Site icon Revoi.in

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ સાવજો હલન-ચલન ઉપર સતત નજર રાખી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં હાલ 600થી વધારે સાવજો વસવાટ કરી રહ્યાં છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર, તુલસીશ્યામમાં વનરાજો વસવાટ કરે છે. દરમિયાન જંગલ વિસ્તારમાં સાવજોની સલામતીને લઈને 500 જેટલા વનકર્મચારીઓ સઘન પેટ્રોલીંગ કરી રહ્યાં છે એટલું જ નહીં 21 જેટલા કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે. વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ હરકતમાં આવ્યું છે.

જામનગરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે સાબદુ બનેલા મનપા તંત્રએ સાવચેતીને પગલે 100 વર્ષ જૂના રેલવે સ્ટેશનને દૂર કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન જર્જરિત હાલતમાં હતી અને વાવાઝોડામાં  રેલવે સ્ટેશનની ઈમારત ધરાશાયી થવાની શકયતા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.