Site icon Revoi.in

અકસ્માતમાં ધાયલ લોકોને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ અપાશે, તંત્રની નવી પહેલા

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતના બનાવોમાં દર વર્ષે અનેક લોકો જીમ ગુમાવે છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ રોડ સેફ્ટીને અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે દાહોદમાં સ્થાનિક તંત્ર દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઈનામ આપવાનો નિર્ણય કર્યો છે. ભાગદોડ ભરેલી જીંદગીને પગલે અકસ્માતના બનાવો બને છે. ઘણીવાર લોકોને નોકરી-ધંધામાં મોડુ થતું હોવાથી અકસ્માતના બનાવમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવાનું ટાળે છે. પરંતુ દાહોદ તંત્રના આ નિર્ણયથી અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને ઝડપથી સારવાર મળવાથી જીવ બચવાના ચાન્સ વધી જશે.

કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોની મદદ કરનારને રૂ. પાંચ હજારનું ઇનામ સરકારના ઠરાવ મુજબ કમિટી તરફથી આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં રોડ એક્સીડન્ટમાં ધાયલ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂરીયાત હોય છે. આવા સમયે જે વ્યક્તિ ધાયલ વ્યક્તિને મદદરૂપ થાય છે તેમને રૂ. પાંચ નું ઇનામ અપાશે.

તેમણે ઉમેર્યું કે, રોડ એક્સીડન્ટમાં ધાયલ થયેલા લોકોને મદદ કરનાર સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કે પુછપરછ નહીં કરાઇ અને તેમની સામે કોઇ એકશન નહીં લેવાય. આ એક ગુડ સમરીટન એક્ટ ગણાશે એટલે કે પરોપકારી – મદદગાર વ્યક્તિ તરીકે રૂ. પાંચ હજારનું ઇનામ આપીને તેનું સન્માન કરવામાં આવશે. રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોને મદદ કરવામાં કોઇ પણ વ્યક્તિએ જરા પણ ખચકાટ રાખવાની જરૂર નથી. રોડ એક્સીડન્ટમાં તુરત સારવારને અભાવે ઘણા લોકો મૃત્યુને ભેંટતા હોય છે. ત્યારે લોકોને રોડ એક્સીડન્ટમાં ધાયલ લોકોની મદદ કરવા માટે આ ઇનામનો પ્રારંભ કરાયો છે.

ડિસ્ટ્રીક્ટ રોડ કમિટીની બેઠકમાં સયુક્ત ચેકિગ ડ્રાઇવ, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ પ્લાનીંગ, સ્પીડ લીમીટ, અકસ્માત સંભવિત ક્ષેત્રમાં સાઇન બોર્ડ લગાવવા તેમજ અકસ્માતના કારણોનું નિવારણ લાવવું,  વારંવાર અકસ્માત થતા હોય તે વિસ્તારમાં કારણો-નિવારણ સહિતની બાબતો ઉપર વિગતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.