Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજનનો દૈનિક રેકોર્ડ બ્રેક 330 મેટ્રિક ટનનો વપરાશ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે.તેને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ દૈનિક 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાં  60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનની માગમાં ખૂબજ ઘટાડો થયો હતો. તત્કાલિન સમયે દૈનિક 50 મેટ્રિકટન ઓક્સિજનનો વપરાશ હતો. પણ ફેબ્રુઆરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં તો રેકર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યો છે.એટલે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં જબ્બર વધારો થતા ઓક્સિજનની માગ 330 મેટ્રિક ટને વિક્રમી સપાટીએ વપરાશ પહોંચતા કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો ખ્યાલ આવે છે.

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે છેલ્લા 24કલાક દરમિયાન 3280થી વધુ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો હતો, બીજી બાજુ કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે જણાવ્યું હતુ કે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય છે, આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે વધતા જતા કોરોનાના કેસને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે.

કોરોનાના કેસ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી સતત વધી રહ્યા છે કોરોના દૈનિક નવો વિક્રમ બનાવી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારાના પરિણામે સરકારી અને ખાંનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય કે ગંભીર સમસ્યા હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સૂત્રોના  જણાવ્યા અનુસાર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય તેવી કોઇ સંભાવના નથી આમ છતાં આગોતરી સાવચેતીઓ ના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો પરિપત્ર કરી દીધો છે. જેનો રાજ્યમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં દૈનિક ધોરણે એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે તેમાંથી 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ભવિષ્યમાં ઓક્સિજનની કોઈ અછત થશે નહીં .