Site icon Revoi.in

બાંગલાદેશના ઢાકામાં ડેલ્ટા વેરિએન્ટનનું જોખમઃ કોરોનાને અટકાવવા રાષ્ટ્રીયવ્યાપી લોકડાઉનની જાહેરાત

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે હજુ કોરોનાની બીજી તરંગ ગઈ નથી ત્યા તો ડેલ્ટા વેરિએન્ટનું નવું જોખમ સામે આવ્યું છે,શુક્રવારે બાંગ્લાદેશમાં કોરોનાનો ફેલાવો અટકાવવા દેશભરમાં રાષ્ટ્રીયલોકડાઉનની જાહેરાત આગામી સૂચના સુધી આપવામાં આવી હતી. દેશમાં કોરોના વાયરસથી 108 દર્દીઓનાં મોત નીપજ્યાં, જે આ મહામારી શરૂ થયા પછી એક દિવસમાં મૃત્યુ પામનારાબીજી મોટી સંખ્યા નોંધાઈ છે.

એક સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કટોકટી સેવાઓ સિવાય તમામ સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે. તાત્કાલિક કારણોસર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લોકડાઉન દરમિયાન ફક્ત ઇમરજન્સી વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યા 13 હજાર 976 પર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના  5 હજાર 869 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસો 8 લાખ 78 હજાર 804 પર પહોંચી ચૂક્યા છે.આ સ્થિતિને ધ્યાનમાં લેતા કોરોના પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર સમિતિ ના અભિપ્રાયને અનુલક્ષીને બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લાગુ કરવાના સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છે.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ ઢાકામાં ફેલાય ચૂક્યું છે, અહીં આરોગ્ય સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. ભારતની સરહદે આવેલા ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પણ ડેલ્ટા સ્વરુપનાં કેસ નોંધાયા છે.સરહદી વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને પગલે સામુહિક ટ્રાન્સમિશનને અટકાવવા દેશના બાકીના ભાગથી રાજધાનીને અલગ પાડવાના પ્રયાસમાં અધિકારીઓએ ગયા અઠવાડિયેઢાકાની આસપાસના સાત મધ્ય જિલ્લાઓમાં લોકડાઉનનો આદેશ આપ્યો હતો.ત્યારે હવે કોરોનાના ભય વચ્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત થઈ ચૂકી છે.