Site icon Revoi.in

ભરુચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર નર્મદાની ભયજનક સપાટી – નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું

Social Share

ભરુચ – રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેને લઈને રાજ્યભરના જીલ્લાઓની નદીઓએ ભયજનક સપાટી વટાવી છે, જો ભરુચ જીલ્લાની વાત કરીએ તો હાલ નર્મદા નદીના નીર ગોલ્ડન બ્રિજ પર પહોંચવાને થોડીજ નીચે જોવા મળ્યા છે એટલે કે ભયજનક સપાટી પહોંચી ચૂકી છે.

ભરુચ જીલ્લામાંથી પસાર થતી મર્મદા નદીના નીર   નીચાણવાળા વિલ્તારોમાં પહોચ્યા છે જેને લઈને વહિવટ તંત્ર પણ દોડતું થયું છે.આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા લોકોને સહીસલામત અન્ય સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે.

જાણકારી પ્રમાણે  નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે ભરૂચ શહેરમાંથી 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂરીયાત પડી છે.આ સાથે જ તંત્ર દ્રારા નર્મદાના નીર પર નજર રાખવામાં આવી રહી છે.

વધતા પાણીના પ્રવાહને લઈને અનેક શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરી દેવાય છે જેથી કરીને બાળકોને હાલાકીનો સામનો ન કરવો  પડે, આ સાથે જ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટ પર પહોંચી ચૂકી છે જે  ખતરાની નિશાની કહી શકાય.ભરુચના નીચાણવાળા વિસ્તારો ગણાતા એવા ગોલ્ડન બ્રિજ પાસેની ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસી ગયા છે.

Exit mobile version