Site icon Revoi.in

ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેરઃ જાણો ક્યાં ક્યારે જોઈ શકશો?

Date of results of 12 Science-General Stream, including GUJCET-26 announced

Date of results of 12 Science-General Stream, including GUJCET-26 announced

Social Share

ગાંધીનગર, 2 મે, 2026 – ધો. 12 વિજ્ઞાન -સામાન્ય પ્રવાહ, GUJCET-26 સહિતનાં પરિણામોની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જારી સત્તાવાર અખબારી યાદી અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026 માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા- ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 04/05/2026 ના રોજ સવારના 10:00 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Date of results of 12 Science-General Stream, including GUJCET-26 announced
Exit mobile version