Site icon Revoi.in

વસિયત બનાવ્યા વગર જો પિતાનું નિધન થાય તો પણ દિકરીનો સંપત્તિમાં હક: સુપ્રીમ કોર્ટ

Social Share

દિલ્હી: આપણા દેશમાં એ વાતતો સાંભળી હશે કે ‘છોકરા છોકરી એક સમાન’ પણ કેટલીક વાર આ પ્રકારની વાત બસ વાત બનીને રહી જાય છે. આના કારણે દિકરીઓ સાથે ક્યારેક અન્યાય પણ થતો હોય છે, પણ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં કહ્યુ છે કે જો કોઈ હિંદુ વ્યક્તિનુ વસિયત બનાવ્યા વિના મૃત્યુ થઈ જાય તો તેની સ્વઅર્જિત તેમજ અન્ય સંપત્તિઓમાં તેમની પુત્રીઓને હક મળશે. દિકરીઓને પિતાના ભાઈઓના બાળકોની તુલનામાં સંપત્તિમાં પહેલી પસંદગી મળશે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય હિંદુ મહિલાઓ અને વિધવાઓના હિંદુ ઉત્તરાધિકાર કાનૂનમાં સંપત્તિઓના અધિકારોને લઈને આપ્યો છે.

ગુરૂવારે સંભળાવવામાં આવેલા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જો કોઈ હિંદુ વ્યક્તિ વસિયત કર્યા વિના મૃત્યુ પામે છે તો તેમની સ્વઅર્જિત સંપત્તિ કે પારિવારિક વારસામાં મળેલી સંપત્તિમાં દિકરીઓની ભાગીદારી રહેશે. દિકરીઓને મૃત પિતાના ભાઈના બાળકોની તુલનામાં સંપત્તિમાં પહેલા પસંદગી કરવામાં આવશે. મૃત પિતાની સંપત્તિની વહેંચણી તેમના બાળકો દ્વારા અંદરોઅંદર કરવામાં આવશે. જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે 51 પાનાના નિર્ણયમાં આ વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આ પ્રકારના નિર્ણયથી અનેક મહિલાઓને પોતાનો હક મળશે અને તેમને મદદ પણ મળશે. કેટલીક વાર સ્ત્રી સાથે આ બાબતે અપમાન પણ થાય છે અને તેના કારણે આખરે તેમને કોર્ટના દરવાજા સુધી પહોંચવું પડે છે.