Site icon Revoi.in

લાયસન્સ વગર દવાનું વેચાણ કરવા માટે એમેઝોન ,ફ્લિપકાર્ડ સહીતની કંપનીઓને DCGI એ નોટીસ પાઠવી

Social Share

દિલ્હી- દેશમાં કોી પણ પ્રકારની દવાનું વેચાણ કરવા માટે લાયસન્સની અનિવાર્યતા હોય છે જો કે કેટલાક સમયથી ઓનલાઈન કંપનીઓ દ્રારા વગર લાયસન્સે દવાનું વેચાણ કરવામાં આવતું હતુ ત્યારે હવે આ પ્રકારની 20 કંપનીઓ સામે સરકારે તવાઈ બોલાવી છએ

પ્રાપ્ત વિગત પ્રમાણે એમેઝોન અને ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ સહિત 20 ઓનલાઈન કંપનીઓને  આ મામલે નોટિસ આપવામાં આવી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ નિયમોના ઉલ્લંઘનના આરોપમાં દવાઓના ઓનલાઈન વેચાણ પર આ કંપનીઓને કારણ બતાવો નોટિસ જારી કરી છે.

કંપનીઓને કહેવામાં આવ્યું છે કે કોઈપણ દવાને વેચવા અથવા સ્ટોક કરવા અથવા વિતરણ કરવા માટે સંબંધિત રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાયસન્સ જરૂરી છે અને લાઇસન્સ ધારકોએ લાઇસન્સની શરતોનું પાલન કરવું આવશ્યક છે.

આ સહીત ડીસીજીઆઈ દ્વારા 8 ફેબ્રુઆરીએ જારી કરાયેલ કારણ બતાવો નોટિસમાં દિલ્હી હાઈકોર્ટના 12 ડિસેમ્બર, 2018ના આદેશને પણ ટાંકવામાં આવ્યો હતો, જેમાં લાઇસન્સ વિનાની દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.