Site icon Revoi.in

દેવામાં ડુબેલુ પાકિસ્તાન હવે પોતાના 12 જેટલા યુદ્ધ વિમાન વેચશે

Social Share

દિલ્હીઃ દેવામાં ડુબેલા પાકિસ્તાન હવે યુદ્ધ જેટ વેચશે. મીડિયા રિપોર્ટ અનુસાર અર્જેન્ટીના પાકિસ્તાન પાસેથી 12 જેએફ-17એ બ્લોક-3 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનની જાણીતી ટીવી ચેનલમાં રિપોર્ટ અનુસાર અર્જેન્ટીનાને સત્તાવાર રીતે 2022માં બજેટમાં પાકિસ્તાનમાં 12 પીએસી જેએફ-17 એ બ્લોક 3 યુદ્ધ વિમાનો ખરીદવા માટે 66.4 કરોડ ડોલરની રકમ સામેલ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બજેટ દેશની સંસદમાં પેશ કરવામાં આવ્યું હતું. જો કે, તેનો અર્થ એ નથી કે સોદાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. અર્જેન્ટીનાને અત્યાર સુધી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા નથી. પરંતુ પાકિસ્તાન પાસેથી યુદ્ધ વિમાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અર્જેન્ટીનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના કેટલાક દેશો પાસેથી જેટ ખરીદીની કરીશ કરી છે. પરંતુ નાણાની અછત તથા બ્રિટિશની આપતિને કારણે હંમેશા સંભવ નથી થઈ શકી.

તાજેતરમાં જ ગયા વર્ષે બ્રિટેનએ અર્જેન્ટીનાને દક્ષિણ કોરિયાઈ યુદ્ધ વિમાન વેચાણ ઉપર બ્રેક લગાવી હતી. અર્જેન્ટીનાના રક્ષામંત્રી ટ્વીટર પર માલ્વિનાસ અર્જેન્ટીનાસ પોસ્ટ કરતા પહેલા આ પગલાને બ્રિટિશ ઈમ્પીરિયલ પ્રાઈડના રૂપમાં વર્ણિત કર્યાં. યુકેના ડિફેન્સ જર્નલના અનુસાર, જેએફ-17 થંડર પાકિસ્તાન એરરોનોટિકલ કોમ્પ્લેક્સ અને ચીનના ચેંગદુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રૂપ દ્વારા વિકસિત એકલ એન્જીનવાળુ કોઈ ભૂમિકાઓના ઉપયોગ થવાના યુદ્ધ વિમાન છે.