Site icon Revoi.in

ગાંધીનગરમાં આજથી 22મી ઓક્ટોબર સુધી ડિફેન્સ એકસ્પો, શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ઝન અપાયા

Social Share

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં આજથી ડિફેન્સ એક્સ્પો-2022 યોજાશે. તા.18થી 22 સુધી  શહેરના મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના વિવિધ મહાનુભાવો હાજરી આપશે. બે દિવસે મહાનુભાવોની હાજરીને પગલે તેઓની સુરક્ષા અને કોઈ અનિચ્છિનય બનાવ ન બને તે માટે શહેરના કેટલાક રસ્તાઓ  બે દિવસ વાહનો માટે પ્રતિબંધિત કરાયા છે.  18 અને 19 ઓક્ટોબર બે દિવસ નાગરિકો માટે કેટલાક રસ્તાઓ બંધ રહેશે.જે માટેનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. ડી. સિંહે જાહેનામું બહાર પાડ્યું હતું. જેમાં ગીફ્ટસિટી સર્કલથી શાહપુર સર્કલ થઈ સરગાસણ ચાર રસ્તાથી ઉવારરસદ ચાર રસ્તા સુધીનો રોડ ભારે વાહનો માટે બંધ કરાશે. આ ઉપરાંત બાલાપીર સર્કલથી કોબા સર્કલ સુધીનો રોડ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. બીજી તરફ શહેરના 15 જેટલા માર્ગ પરનો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. જોકે ફરજ પરના સરકારી અધિકારીઓ, વાહનો તથા એમ્બ્યુલન્સને આ જાહેનામું લાગુ નહીં પડે.

ગાંધીનગરમાં આજે તા.18થી 22 સુધી  શહેરના મહાત્મા મંદિર તેમજ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન સહિત મહાનુભાવો હાજરી આપવામાં છે. તેથી કેટલાક રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે. જેમાં શહેરના ચ-0 સર્કલથી સેક્ટર-30 સુધીના જ રોડનો સમાવેશ થાય છે. તેનો વૈકલ્પિક માર્ગ : ચ-0 સર્કલથી ચ રોડ થઈ ચ-7થી સેક્ટર-30 તરફ, સેક્ટર 30 સર્કલથી રોડ નં-7 થઈને ચ રોડ તરફ તથા ચ રોડમાં બીએસએનલ કટથી બેંક ઓફ બરોડા થઈને ઘ-4થી ગ-4 થઈ મહાત્મા મંદિર તરફનો માર્ગ અને ચ-3 સર્કલથી રોડ નં-3 જઈ શકાશે
અ ઉપરાંત મહાત્મા મંદિરથી સાયન્સ કોલેજ બાજુથી ગ-4 થઈ ઘ-4 થઈ ટાઉનહોલ તરફ જતો રોડ માટેનો
વૈકલ્પિક માર્ગ નિયત કયારો છે, જેમાં  મહાત્મા મંદિરથી ખ રોડ, ખ-5 સર્કલથી જમણી બાજુ રોડ નં-5 પર જઈ શકાશે. તેમજ વાવોલ ગામ તરફથી રેલવે ક્રોસિંગ થઈ ખ-3 તરફ આવતો રોડનો
વૈકલ્પિક માર્ગ  વાવોલથી ક રોડ, ક-5 સર્કલ થઈ ક-6 સર્કલથી રોડ નં-6 થઈ ગાંધીનગરમાં પ્રવેશ થઈ શકશે. અને ખ-0 ચાર રસ્તાથી ખ-5 સર્કલ સુધીનો વૈકલ્પિક માર્ગ  ખ-0થી ખ-5 બાજુ જતા વાહનો ઘ-0 તરફ ડાયવર્ટ કરાશે માણસા તરફથી ખ-7થી ખ-0 બાજુ આવતા વાહનો ઘ-7 તેમજ ક-7 તરફ આવી શકશે.
ક રોડથી હોટેલ લીલા થઈ અંડરપાસ થઈ ખ-રોડ રેલવે સ્ટેશન ચોકડી સુધીનો રોડનો
વૈકલ્પિક માર્ગ  વાવોલથી ક રોડ, ક-5 સર્કલ થઈ ક-6 સર્કલથી રોડ નં-6 થઈ આવી શકાશે.

ગાંધીનગરમાં  બે દિવસ રસ્તાઓ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. જેમાં ચ-7થી ચ-5 સુધીનો રોડ, ઘ-0થી ઘ-5 સુધીનો રોડ, ગ-0થી ગ-5 સુધીનો રોડ, ખ-0થી ખ-5 સુધીનો રોડ, ચ-3થી ખ-3 સુધીનો રોડ નંબર-3ને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતથી સેક્ટર-17 થઈ સેક્ટર-16 તરફ જતો રોડ, સેક્ટર-17-22થી સેક્ટર-17 શોપિંગ તેમજ સે-17નો અંદરનો રોડ, સર્કીટ હાઉસથી ખ-5 સુધીનો રોડ નંબર-5, ચ રોડ બીએસએનેલ કટથી ઉદ્યોગભવન થઈ મહાત્મા મંદિર જતો સેન્ટ્રલ વિસ્ટા સર્વિસ રોડ, મહાત્મા  મંદિરથી ટાઉનહોલ થઈ એક્ઝિબિશન તરફ જતો સેન્ટ્રલ વિસ્ટાર સર્વિસ રોડ, રોડ નં-3થી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ, વૈષ્ણોદેવી સર્કલથી ઈન્દ્રોડા સર્કલ જ રોડ સેક્ટર-30 સર્કલ સુધીનો મુખ્ય રોડ, ઈન્દિરાબ્રીજથી ઈન્દ્રોડા સર્કલ સુધીનો રોડ, શાહ સર્કલથી બાયપાસ સરગાસણ ચોકડી સુધીનો રોડ, હોટલ લીલાથી અંડરપાસ થઈ મહાત્મા મંદિર સુધીનો રોડ, ખ રોડ સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડીથી રેલવે સ્ટેશન સુધીનો રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.