Site icon Revoi.in

ગાંધીનગરમાં 10મી માર્ચથી ડિફેન્સ એક્સપો યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે

Social Share

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોનાને લીધે ગત જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ મુલત્વી રાખવામાં આવ્યુ હતું. હવે વાઈબ્રન્ટ સમિટ આગામી મે મહિનામાં યોજવા સરકાર વિચારણા કરી રહી છે. ઉપરાંત તે પહેલા પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો આગામી તા. 10મી માર્ચથી યોજાશે. જેનું ઉદધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ડિફેન્સ એક્સપો માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 10મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ખૂબ જ મહત્વની ગણાતી ડિફેન્સની ઇવેન્ટ  ગાંધીનગરમાં યોજાવા જઇ રહી છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવીને આ ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે.

ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 12 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એક્સપો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વર્ષ 2021માં કેવડિયા કોલોની ખાતે આ મામલે એક બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં MOU પણ થયા હતા. આ બેઠકમાં ‘સર પ્રોજેક્ટ’ અને ડિફેન્સને લગતા પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને MOU કરવામાં આવ્યા હતા.

આગામી 10થી 12 માર્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્સ્પો યોજાવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક્સ્પોનું ઉદઘાટન કરાવાશે. એટલું જ નહીં આ એક્સપો માટે વિશ્વના 100થી વધુ દેશનો ડેલીગેટ્સ ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. વીઆઇપી ડેલિગેટ્સને ધ્યાનમાં રાખીને અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પોલીસ આગામી સપ્તાહથી આ માટેની વ્યવસ્થાની કામગીરી શરુ કરી દેશે, આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઇને પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરુ થઇ જશે.(file photo)