Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ સુરક્ષા સ્થિતિની કરશે સમિક્ષા, શહીદ જવાનોને આપશે શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં હાલ સેના અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે, વિતેલા દિવસે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા ત્યાર બાદ હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે શનિવારના રોજ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચવાના છે.અહી તેઓ સુરક્ષાની સ્થિતિને લઈને સમિક્ષા કરશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે, શુક્રવારે રાજૌરીના કાંડી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો જેને લઈને સુરક્ષા કડક કરવામાં આવી છે

જાણકારી અનુસાર ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી રાજૌરીના કાંડીમાં ચાલી રહેલા ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર છે જ્યાં આતંકવાદીઓ સાથે સંપર્ક ફરી  કરવામાં આવ્યો હતો. તેમને ગ્રાઉન્ડ કમાન્ડરોએ ઓપરેશનના તમામ પાસાઓની જાણકારી આપી હતી.

રાજનાથ સિંહ 11 વાગ્યે આસપાસ કાશ્મીરના રાજૌરી પહોંચશે. રક્ષા મંત્રી વરિષ્ઠ સેના કમાન્ડરો અને સંરક્ષણ અધિકારીઓ પાસેથી રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સંપૂર્ણ માહિતી લેશે.

આ સહીત રક્ષામંત્રી  શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપશે. એક દિવસ પહેલા જ આ સ્થળે આતંકવાદીઓએ કરેલા ઓચિંતા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. શનિવારે પણ એન્કાઉન્ટર ચાલુ છે.આ સહીત આજે બારામુલામા પણ એક આતંકીનો સેનાએ ખઆતમો કર્યો છે.