Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથસિહં આજથી 3 દિવસની ઉત્તરપ્રદેશની મુલાકાતે -અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી

Social Share

લખનૌઃ- કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ આજથી ત્રણ દિવસના ઉત્તરપ્રદેશના પ્રવાસે છે, તેઓ લખનૌમાં અનેક કાર્ય.ક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. રાજનાથ સિંહ આજે સાંજે 4.30 કલાકે લખનૌ એરપોર્ટ આવી પહોંચશે. તેઓ અનેક ઉદ્ઘાટન, શિલાન્યાસ અને પ્રતિમા અનાવરણના કાર્યક્રમોમાં ભાગ લેતા જોવા મળશે.

રાજનાથ સિંહ લખનૌ એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ લખનૌ યુનિવર્સિટી જશે. જ્યાં તેઓ સ્વ.પ્રમિલા શ્રીવાસ્તવ મેમોરિયલ ફાઉન્ડેશનના ઉદ્ઘાટન અને સામાજિક કાર્ય વિભાગના વ્યાખ્યાન કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે.તેઓ આજે સાંજે  6 વાગ્યે હનુમાન સેતુ મંદિર પણ પહોંચશે અને દર્શન અને પૂજા કરશે, જ્યાંથી તેઓ દિલકુશા નિવાસ માટે રવાના થશે.

ત્યાર બાદ બીજે દિવસે શનિવારના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અટલ બિહારી વાજપેયી કન્વેન્શન સેન્ટર, મેડિકલ કોલેજ ચોક ખાતે 158.16 કરોડના ખર્ચે નિર્માણ થનારી વિવિધ 155 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કોટવાલેશ્વર મહાદેવ મંદિરના દર્શન  પણ કરશએ સાથે જ લાકે મોહન રોડ પર આવેલ બુદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

રવિવારે પૂર્વ સીએમની પ્રતિમા નું કરશે અનાવરણ

આ સહીત જાણકારી પ્રમાણે તેઓ હોટેલ રેગનેન્ટ બુલિયન એસોસિએશન દ્વારા નિરાલા નગર ખાતે આયોજિત સન્માન સમારોહમાં હાજરી આપશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમના લખનૌ પ્રવાસના છેલ્લા દિવસે રવિવારે સવારે  ત્રિલોકીનાથ રોડ પર ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કલ્યાણ સિંહની પ્રતિમાનું અનાવરણ કરશે.