Site icon Revoi.in

દિલ્હીઃ JNUમાં વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, 12 વિદ્યાર્થી ઘાયલ

Social Share

દિલ્હીઃ દેશની રાજધાનીમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થાજવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરીથી વિવાદ થયો હોવાનું જાણવા મળે છે. જેએનયુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) અને ડાબેરી ગઠબંધન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA)-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)ના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં લગભગ 12 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વિદ્યાર્થી સંઘના સભ્યોએ જણાવ્યું હતું કે અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની નવી દિલ્હીની એઈમ્સમાં સારવાર થઈ રહી છે. આ ઘટના અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેએનયુમાં પહેલીવાર કોઈ હિંસા થઈ નથી. જેએનયુ ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યું છે. અગાઉ 6 જાન્યુઆરી 2020ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થીઓએ હુમલા માટે ડાબેરી સંગઠનોને જવાબદાર ઠેરવ્યા હતા. જેએનયુમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મીડિયા સામે આવ્યા હતા.

તેઓ એબીવીપીના સભ્ય હતા. તેણે ડાબેરી સંગઠનો પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીએ કહ્યું કે શિયાળુ સત્ર માટે નોંધણીને લઈને લડાઈ થઈ હતી. વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, 700 લોકો (ડાબેરી સંગઠનોના) શાંતિ માર્ચના બહાને એકઠા થયા હતા અને તેઓએ જ સર્વર રૂમને નુકસાન પહોંચાડ્યું હતું જેથી નોંધણી ખોરવાઈ જાય.

Exit mobile version