Site icon Revoi.in

દિલ્હીઃ શાહીનબાગમાં ગેરકાયદે દબાણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ CAAના વિરોધમાં દેખાવાના મામલે સમગ્ર દેશમાં જાણીતા બનેલા શાહીન બાગમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા મુદ્દે ખળભળાટ મચી ગયો છે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. અસરગ્રસ્ત પૈકી કોઈએ અરજી કરી નથી પરંતુ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી છે. કોર્ટને આ બધા માટે એક મંચના બનાવો. સુપ્રીમ કોર્ટે અસરગ્રસ્તોને હાઈકોર્ટમાં અરજી કરવા સૂચના આપી છે.

કેસની હકીકત અનુસાર લગભગ બે વર્ષ પહેલા દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધને કારણે દેશભરમાં ચર્ચામાં આવેલો શાહીન બાગ વિસ્તારમાં આજે ફરી હોબાળો થયો હતો. આજે અહીંથી અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ થવાની હતી. આ માટે MCDના બુલડોઝર શાહીન બાગ પહોંચતા જ હંગામો શરૂ થયો હતો. લોકોના વિરોધ અને હોબાળા વચ્ચે એમસીડીના બુલડોઝર બપોરે શાહીન બાગથી પરત ફર્યા હતા. જે પછી અહીં લોકોએ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહીના વિરોધમાં, લોકો બુલડોઝર સામે સૂઈ ગયા હતા. કેટલીક મહિલાઓ બુલડોઝર પર ચઢી ગઈ હતી. તે જ સમયે, કેટલીક જગ્યાએ લોકો રસ્તાઓ પર ધરણા પર બેસી ગયા હતા. હંગામો વધતો જોઈને પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા. કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા. આમ છતાં કાર્યવાહીનો વિરોધ ચાલુ રહ્યો.

એક અધિકારીઓએ જણાવ્યું કે હાલ માટે અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. અહીં, સુપ્રીમ કોર્ટમાં પણ આજે શાહીન બાગમાં અતિક્રમણ વિરોધી અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.