Site icon Revoi.in

દિલ્હીમાં ચાર મહિનાનો તુટ્યો રેકોર્ડ,છેલ્લા 24 કલાકમાં 5100 નવા કોરોનાના કેસ નોંધાયા

Social Share

દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે 27 નવેમ્બર બાદ પહેલીવાર 1 દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5100 કેસ નોંધાયા છે. 27 નવેમ્બરના રોજ 5482 કેસ નોંધાયા હતા. આ પછી રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ કેસ 6 લાખ 85 હજાર 62 થયા છે. તો, રાજ્યમાં રેકોર્ડ તોડ ટેસ્ટ યોજાયા,પ્રથમ વખત એક લાખથી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. સંક્રમણ દર 5 ટકાથી નીચે પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ રાજ્યમાં રિકવરી રેટ 95.84 ટકા, એક્ટિવ દર્દી 2.52 ટકા,ડેથ રેટ 1.62 ટકા અને પોઝિટિવિટી રેટ 4.9૩  ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2 હજાર 340 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 6 લાખ 56 હજાર 617 થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 17 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11 હજાર 113 લોકોનાં મોત નિપજ્યા છે. 17 હજાર 332 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં રેકોર્ડ તોડ ટેસ્ટ થયા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ તપાસ માટેના આદેશો જારી કર્યા હતા. મંગળવારે 1 લાખ 3 હજાર 453 લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી,જેમાંથી 5100 લોકોને કોરોના સંક્રમિત જાણવા મળ્યા.અત્યાર સુધીમાં 1 કરોડ 50 લાખ 75 હજાર 212 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેવાંશી

Exit mobile version