Site icon Revoi.in

દિલ્હીના સીએમ કેજરીવાલની પીએમ મોદીને અપીલ,કહ્યું શક્ય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરો

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી સીએમ કેજરીવાલે સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલે આ બાબતે પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી કે,શક્ય હોય એટલું જલ્દી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે.

આગળ દિલ્લીના મુખ્યમંત્રી દ્વારા તે પણ ઉમેરવામાં આવ્યું કે,પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા પ્રકાર Omicron માટે હોસ્પિટલ બનાવી છે. આ હેઠળ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે LNJPમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી.

ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરતાં કહ્યું કે, સંક્રમણનો દર ઘણો વધી શકે છે. અને દર્દીઓ ગંભીર લક્ષણો વિક્સિત થઈ શકે છે.