- દિલ્હીના સીએમે વેક્સિન ફોર્મૂલા સાર્વજનિક કરવાની વાત કરી
- ડિજીટલ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહી આ વાત
- કહ્યું હવે દિલ્હીમાં ઓક્સિજન અને બેડની કમી નથી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે કેટલાક રાજ્યોમાં વેક્સિન સહીત તબીબી સેવાઓનો અભાવ પણ વર્તાઈ રહ્યો છે, કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધતા ઓક્સિજન, ઈન્જેક્શન અને દવાઓની એછત સર્જાઈ છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે વેક્સિન બાબતે મહત્વનું બયાન જારી કર્યું છે.
આ સમગ્ર બાબતને લઈને દિલ્હીના મુખ્યમંત્રીએ મંગળવારના રોજ ડિજિટલ પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી, આ સમયગાળા દરમિયાન તેમણે કહ્યું કે, “દરરોજ ત્રમ લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે ” આ સાથએ જ તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન બનાવવાનો ફોર્મુલા સાર્વજનિક કરવામાં આવે અને અનેક કંપનીઓને આપવામાં આવે, જેથી કરીને બીજી કંપનીઓને પણ વેક્સિનના ડોઝ બનાવાના આદેશ આપી શકાય.
સીએમ કેજરીવાલે દિલ્હીમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કહ્યું કે હવે કેસમાં ઘટાડો થી રહ્યો છે,તમારા લોકોના સહયોગથી લોકડાઉન પણ સફળ સાહિત થઈ રહ્યું છે, આ સાથે જ વિતેલી કાલે જીટીબી હોસ્પિટલની સામે 500 આઈસીયૂ બેડની હોસ્પિટલનો આરઁભ કરવામાં આવ્યો, હવે દિલ્હીમાં ઓક્સિજન અને આઈસીયૂ બેડની અછત નથી