Site icon Revoi.in

દિલ્હીના સીએમ કેજરીવાલ કોરોના સંક્રમિત, હોમ આઈસોલેટ થયા – ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

 

સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે તેની સાથે જ કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઉછાળો નોઁધાઈ રહ્યો છે, કોરોનાના કેસોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર મોખરે જોવા મળે છે.જેના કારણે અનેક સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે દિલ્હીના મુખ્યમંત્રી પણ કોરોનાની ઝપેટચમાં આવી ચૂક્યા છે.સીએમ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે પોતાની જાતને હોમઆસોલેટ કરી દીધી છે, આ સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  પોતે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે, તેમણે  પોતાના સંપર્કમાં આવ્યા હોય લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાને આઈસોલેટ થઈ જાય અને કોરોનાનો  ટેસ્ટ કરાવે.

આ સાથે જ તેણે ટ્વિટ કરીને  લખ્યું છે કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે.મે  મારી જાતને હોમ આઈસોલેટ કરી દીધી સ છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને તમારી જાતને અલગ રાખો અને તમારી જાતની તપાસ કરાવો.