Site icon Revoi.in

દિલ્હીના CM કેજરીવાલ સતત ત્રીજી વખતે આવશે ગુજરાત – આવતી કાલે અમદાવાદની લેશે મુલાકાત

Social Share

અમદાવાદઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એવા અરવિંદ કેજરીવાલની આગામી ચૂંટણીને લઈને હવે ગુજરાત પર નજર ટકેલી છે તેઓ બનતા તમામ પ્રત્યનો ગુજરાતીઓ રિઝાવવાના કરી  રહ્યા છે.જે અંતરગ્ત અત્યાર સુધી ઘણી વખત તેમણે ગુજરાતનો પ્રવાસ કર્યો છે અનેક રેલીઓ કરી છે સાથે ઘણા કાર્યક્રમો પણ યોજ્યા છે,ત્યારે ફરી એક વખત તેમની નજર ગુજરાત પર છે.

અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે 10 ઓગસ્ટે ગુજરાતના અમદાવાદની મુલાકેત આવવાના છે.

 આ દસમાં દિવસમાં સતત તર્જી વખત એવું બનશે કે સીએમ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા હોય. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ વાયદાઓ આપશે તે વાત ચોક્કસ

આવતી કાલે અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને રિઝવવાના તમા પ્રયત્નો કરતા જોવા મળે તો નવાઈની વાત નહી હોય. આ ટાઉન હોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરવાના છે.