Site icon Revoi.in

દિલ્હીના સીએમ કેજરીવાલનું એલાન – હવે દરરોજ સવા લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે

Social Share

દિલ્હી – દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. નવા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર થતી જોવા મળી રહી છે.

કોરોનાના વધતા સંક્રમણને  ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે તાત્કાલિક બેઠક બોલાવી છે. તે જ સમયે, મહારાષ્ટ્રની એક જ શાળાના 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમનિત થયા છે ત્યાર બાદ શાળાને સીલ કરી દેવામાં આવી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

આ સમગ્ર સ્થિતિને જોતા દિલ્હીના સીએમ કેજરીવાલે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે દિલ્હીમાં દરરોજ હવે સવા લાખ વેક્સિનનો ડોઝ  લગાવાશે. તેમણે કહ્યું કે આ પહેલા 30 થી 40 હજાર રસી આપવામાં આવી રહી છે.

આ મામલે કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 3 દિવસમાં કોરોના કેસોમાં વધારો થતો જોવા મળ્યો છે. જો કે તે ગંભીર વાત નથી, જો કે આ મામલે ગભરાવાની જરૂર નથી. અમે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. અમે નિષ્ણાતો પાસેથી અભિપ્રાય માંગી રહ્યા છીએ.

સાહિન-

Exit mobile version