Site icon Revoi.in

દિલ્હીના બહુમાળી ઈમારત ધરાશાયીઃ ચારના મોતની આશંકા

Social Share

નવી દિલ્હીઃ ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા બે વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં દેશની રાજધાની દિલ્હીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ચારના મોત થયાંનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના  બનાવા વિસ્તારમાં જેજે કોલોનાનીમાં ઈમારત ધરાશાયીની ઘટના બની છે. જેમાં ચાર વ્યક્તિઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા. પોલીસે કહ્યું હતું કે, 3 લોકોને કાટમાળ નીચેથી કાઢવામાં આવ્યાં છે. જ્યારે અન્ય લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

ડીસીપી આઉટર નોર્થ બ્રિજેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, કુલ છ લોકો ઈમારતના કાટમાળની નીચે દબાયાની જાણકારી મળી છે. જેમાંથી 3 વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં છે. જ્યારે અન્ય ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. અહીં લગભગ 300-400 જેટલા ફ્લેટ છે. કાટમાળ નીચેથી ફાતિમા અને શહનાઝ નામની વ્યક્તિને બહાર કાઢીને હોસ્પિટલ મોકલાવમાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂગ્રામમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સેક્ટર 109માં એક ફ્લેટની છત ધરાશાયી થઈ હતી. જેની ઝપટમાં અનેક લોકો આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.