Site icon Revoi.in

વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પાણીથી ભરાયા, ખરાબ સ્થિતિને જોતા સીએમ કેજરીવાલે ગૃહમંત્રી શાહને પત્ર લખ્યો

Social Share

દિલ્હીઃ-લદેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો ચે ત્યારે રાજધાનિ દિલ્હીયામાં યમનુ જોખમી બની છે બન્ને કાઠે વહેતી થતા પાણી નગરોમાં ઘુસ્યા છે જેને લઈને સીએમ કેજરીવાલ પણ ચિંતામાં છે.

મળતી માહિતી મુજબ દિલ્હીમાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી છે. ખતરાના નિશાન 204.50 મીટર છે, જ્યારે યમુના તેની ઉપર 204.63 મીટર પર વહી રહી છે. કેજરીવાલે કહ્યું કે તેઓ સેન્ટ્રલ વોટર કમિશનના સંપર્કમાં છે અને એવી અપેક્ષા છે કે પૂર જેવી સ્થિતિ ઊભી નહીં થાય. સાથે જ કેજરીવાલે કહ્યું કે આ સમય એકબીજા પર આંગળી ઉઠાવવાનો નથી. લોકોને રાહત આપવા માટે તમામ રાજ્યોની સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ  કહ્યું કે દિલ્હીમાં પૂરની સ્થિતિ નથી. આ દરમિયાન તેમણે નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે દિલ્હીમાં પૂર નહીં આવે. જો કે, કેજરીવાલે કહ્યું કે જો જરૂર પડશે તો દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે.