Site icon Revoi.in

દિલ્હીઃ સત્યેન્દ્ર જૈન મુદ્દે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અરવિંદ કેજરિવાલને અણિયારા સવાલ

Social Share

નવી દિલ્હીઃ મની લોન્ડ્રીંગ કેસમાં ઝડપાયેલા દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સત્યેન્દ્ર જૈનના મંત્રી પદને લઈને અણિયારા સવાલ કર્યાં હતા. ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા જૈનના મુદ્દે આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,, કાળા ધનના માલિક સત્યેન્દ્ર જૈનને કેમ બચાવી રહ્યાં છે કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન ભ્રષ્ટ્ર છે જેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ક્લિન ચીટ આપી છે. કેમ તેમના બચાવવાના પ્રિયાસ થઈ રહ્યાં છે. સત્યેન્દ્ર જૈનએ ચાર શેલ કંપનીઓના પરિવારની મદદ અને હવાલા મારફતે વર્ષ 2010થી 2016 સુધીના મની લોન્ડ્રીંગને કેજરિવાલ નકારી રહ્યાં છે. ડિવિજન બેંચે પણ આ વાતની પુષ્ટી કરી છે કે, જૈનએ મની લોન્ડ્રીંગ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેજરિવાર કહે છે કે, ભ્રષ્ટાચાર અટલે દેશ સાથે ગદ્દારી, તો શું આપ ગદ્દારોને આસરો આપી રહ્યાં છો, કોર્ટે 2019માં આદેશ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં કેજવિરાલને જાણકારી હતી કે જૈનની પાસે બ્લેક મની છે, તેમ છતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. શું સત્યેન્દ્ર જૈનનો ગોટાળો કેજરિવાલની મજબુરી છે?, આમ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં છે.  દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન મુદ્દે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને કેજરિવાલને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યાં છે.

Exit mobile version