Site icon Revoi.in

રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવામાં દિલ્હીવાસીઓ મોખરે – તો આ શહેરના લોકો એ ડિસેમ્બરમાં ગટગટાવ્યો 50 હજાર લીટર દારૂ 

Social Share

 

દિલ્હીઃ- હાલ દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે વિતેલા વર્ષમાં પણ લોકો એ પોતાના મોજ શોખ પુરા કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી નહોતી,કોરોના મહામારી વચ્ચે વર્ષ 2021માં દેશના 4.5 કરોડથી વધુ લોકો તેમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં જમવાની મજા માણવા પહોંચ્યા હતા.

સૌથી વધુ રેસ્ટોરન્ટમાં જમવા વાળાની સંખ્યાની જો વાત કરીએ તો રાજધાની દિલ્હીના લોકો તેમાં મોખરે રહ્યા છે. દેશમાં બહાર દમવા જનારા લોકોમાંથી  32 ટકા દિલ્હીના હતા જ્યારે 18 ટકા બેંગલુરુના હતા.

આ બાબતને લઈને Dineout Trends એ એક રિપોર્ટ જારી કર્યો, આ  રિપોર્ટ અનુસાર, દિલ્હીના લોકો બહારનું ખાવામાં સૌથી  મોખરે રહ્યા છે જ્યારે દારૂ પીવાની જો વાત કરવામાં આવે તો રિપોર્ટ પ્રમાણે બેંગ્લોર સૌથી પહેલા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માત્ર ડિસેમ્બર મહિનામાં જ બેંગલોરના લોકોએ  50,000 લીટર દારૂ ગટગટાવ્યો હતો.

બહાર ખાવાનું પસંદ કરતા દિલ્હીવાસીઓ માટે કનોટ પ્લેસ સૌથી પ્રિય સ્થળ હતું. આ પછી મુંબઈમાં લોઅર પરેલ, બેંગ્લોરમાં વ્હાઇટફિલ્ડ, ચેન્નાઈમાં ત્યાગરાયા નગર અને કોલકાતામાં સોલ્ટ લેકનો સમાવેશ થાય છે.

જારી કરાયેલા આ રિપોર્ટ અનુસાર, બટર ચિકન, દાલ મખાની અને નાન સૌથી વધુ પસંદ કરવામાં આવતી ખાદ્ય વસ્તુઓ હતી. 38 ટકા ભારતીયોએ આ ફૂટ પસંદ કર્યું, જ્યારે 18 ટકા લોકોએ ચાઈનીઝ અને 16 ટકા લોકોએ કોન્ટિનેન્ટલ ફૂડ પસંદ કર્યું.

 

Exit mobile version