Site icon Revoi.in

ACIના લીસ્ટમાં દિલ્હીનું IG એરપોર્ટ વર્ષ 2022 માં દુનિયાનું 9મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું

Social Share

દિલ્હીઃ-   એસીઆઈ એટલે કે એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી જારી કરી છએ જે પ્રમાણે 2022 માં 59.4 મિલિયન પેસેન્જર ટ્રાફિક સાથે દિલ્હી એરપોર્ટ વિશ્વના નવમા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે સ્છેથાન પામ્યું છે.

DIAL રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નું સંચાલન કરે છે.ACIએ જણાવ્યું હતું કે 2022 માટે વિશ્વના ટોચના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ  93.7 મિલિયન મુસાફરોમાં ટોચ પર છે. તે પછી 73.4 મિલિયન મુસાફરો સાથે ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ, 6.93 મિલિયન મુસાફરો સાથે ડેનવર એરપોર્ટ અને 6.83 મિલિયન મુસાફરો સાથે શિકાગો ઓ’હેર એરપોર્ટ છે.

એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલએ 5 એપ્રિલે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ 6.61 મિલિયન મુસાફરોમાં પાંચમા સ્થાને દુબઈ એરપોર્ટ, 6.43 મિલિયન મુસાફરો સાથે સાતમા સ્થાને ઈસ્તાંબુલ એરપોર્ટ, આઠમા સ્થાને લંડનનું હીથ્રો એરપોર્ટ, નવમા સ્થાને આઈજીઆઈ. દિલ્હીનું એરપોર્ટ અને 10માં સ્થાને પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ.

એક અલગ પ્રકાશનમાં, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ જણાવ્યું હતું કે તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાનું એકમાત્ર એરપોર્ટ છે જે ટોચની 10 યાદીમાં સ્થાન ધરાવે છે.  માહિતી આપવામાં આવી હતી કે દિલ્હી એરપોર્ટે 2021માં 13મા સ્થાનેથી અને 2019માં 17મા સ્થાનેથી તેની રેન્કિંગમાં સુધારો કર્યો છે. ACIના અહેવાલ મુજબ 2022માં દિલ્હી એરપોર્ટ પર 5.94 કરોડથી વધુ મુસાફરોના સામૂહિક આગમનની અપેક્ષા છે.