Site icon Revoi.in

પૂર્વ ઉત્તરપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટે આપી દસ્તક – એમબીબીએસની વિદ્યાર્થીનીમાં આ વાયરસની પૃષ્ટિ

Social Share

લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થતા જ ડેલ્ટા વેરિએન્ટનો ભય હવે ફેલાઈ રહ્યો છે, પૂર્વીય ઉત્તરપર્દેશમાં કોરોના સૌથી ભયંકર વેરિએન્ટ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઈ છે. ગોરખપુર અને દેવરિયાના બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. તેમાંથી એકનું મોત નીપજ્યું છે. જેનોમ સિક્વન્સીંગ દ્વારા આ વેરિઅન્ટ ઓળખવામાં આવ્યો છે, આ રિપોપર્ટ આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ભય સર્જાયો હતો.

બીઆરડી મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી ટીમે એપ્રિલ અને મે મહિનામાં આ દર્દીઓના નમૂના લીધા હતા અને તેમને જીનોમ સિક્વન્સિંગ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ્સ દિલ્હી ખાતે મોકલ્યા હતા. બુધવારે, દિલ્હીની સંસ્થા તરફથી અહેવાલ બીઆરડીના માઇક્રોબાયોલોજી વિભાગને સોંપવામાં આવ્યો છે જેમાં આ વાયરસની હયાતિ દર્શાવાઈ છે.

જિલ્લામાં સંક્મણના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ ચિંતામાં આવી ગયું હતું. કોરોના પ્રકારને ઓળખવા માટે, બીઆરડી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગની ટીમે એપ્રિલ અને મે મહિનામાં જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણ માટે આઇજીઆઇબી દિલ્હીને 15 દર્દીઓના નમૂના મોકલ્યા હતા.

બુધવારે જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટમાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ, 27 માં ડેલ્ટા અને એક દર્દીમાં કપ્પા વેરિઅન્ટ મળી આવ્યા હતા. કપ્પા વેરિએન્ટે યુકે અને યુએસએમાં કહેર ફેલાવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરિયન્ટ્સનો આ પહેલો કેસ  નોંધાયો છે. હજી સુધી, રાજ્યમાં ફક્ત ડેલ્ટાના દર્દીઓ જ હોવાની પુષ્ટિ મળી હતી.

ડેલ્ટા પ્લસના એક સંક્રમિતે જૂન મહિનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, બીજો કેસ હવે એમબીબીએસની વિદ્યાર્થી તે જે 23 વર્ષની છે. તે બીઆરડી મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરે છે. મૂળ લખનઉની રહેવાસી છે. તે 26 મેના રોજ પોઝિટિવ આવી હતી.તેના સેમ્પલ એપ્રિલમાં જિનોમ સિક્વન્સીંગ માટે લેવામાં આવ્યો હતો. તેની તબિયત હવે ઠીક છે.