Site icon Revoi.in

લગ્નસરાની સીઝન, ડિઝિટલ વિડિયો કંકોતરી, અને ફુડમાં લાઈવ કાઉન્ટરની માગ વધી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળે લોકોને ઘણુંબધું સિખવ્યું છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાને કારણે લગ્નની સિઝનમાં લોકો સાદગી કે પછી સરકારી ગાઈડ લાઈનને અનુસરીને લગ્ન પ્રસંગ પુરો કરતાં હતાં. પરંતુ હવે કોરોના બાદ લગ્ન પ્રસંગની સિઝન ફરીવાર શરૂ થઈ છે.  ત્યારે વેડિંગ સેક્ટરમાં અનેક પ્રકારના બદલાવ આવ્યાં છે. જેમાં કંકોત્રીથી લઈને ફૂડ અને ડેકોરેશનમાં વિવિધતા જોવા મળી છે. કોરોનાના સમયમાં ડિજિટલ કંકોત્રીઓનું ચલણ વધ્યું છે. બીજી તરફ ડેકોરેશનનું બજેટ ઘટયું છે, મેરેજ પહેલાના પ્રિફંક્શન્સમાં લોકો મિનિમમ ડેકોર કરાવવાનું પસંદ કરી રહ્યા છે. ફૂ઼ડની વાત કરીએ તો એક્સોટિકા વેજીટેબલ ડિશ, પર્સિંયન, જાપાનિસ અને મેક્સિકન ફૂડનાં લાઈવ કાઉન્ટરની ડિમાન્ડ આ વર્ષે વધારે જોવા મળી રહી છે.

રાજ્યમાં તુલસી વિવાહ બાદ હવે લગ્નસરાની ધૂમ સીઝન શરૂ થઈ છે. આ વખતે ઘણુબધુ પરિવર્તન જોવા મળી રહ્યું છે. શહેરના વેડિંગ પ્લાનર અને કંકોત્રીનો બિઝનેસ કરતા લોકો પાસેથી જાણવા મળ્યુ કે કંકોત્રીના બિઝનેસમાં 30 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ડિજિટલ કંકોત્રીમાં 80 ટકા સુધીનો વધારો થયો છે. લોકો હવે માત્ર કંકોત્રી લખવાના ફંક્શન અને વિધિ માટે ગણતરીની કંકોત્રીઓ પ્રિન્ટ કરાવીને ડિજિટલ કંકોત્રી વધુ પ્રિફર કરી રહ્યા છે. વર-વધુ સહિત સમગ્ર પરિવારના ઇન્વિટેશન વીડિયોનો ટ્રેન્ડ છેલ્લા એક વર્ષમાં વધ્યો છે. પર્સનલાઇઝ ફીલ સાથે કોસ્ટ ઇફેક્ટિવ અને સમયનો પણ બચાવ કરતો હોવાથી આ ઇન્વિટેશન કાર્ડ લોકો વધારે પસંદ કરી રહ્યા છે. પહેલા મેરેજ સાથે પ્રિફંક્શન્સમાં ડેકોરેશન માટે લોકો બજેટ ફાળવતા હતા પણ કોરોના પછી હાલમાં ઓરિજનલ ફ્લાવર્સમાં ભાવ વધારાને કારણે અને હવે મેક્સિમમ લોકો આર્ટિફિશયલ ફ્લાવર્સના કોમ્બિનેશન સાથે ડેકોરેશન કરાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, આ સીઝનમાં ડિજિટલ 3ડી કંકોત્રી ટ્રેન્ડમાં છે જેમાં મેરેજના દરેક ફંક્શનનું લુક એન્ડ ફીલ હોય છે. આ યુનિક 3ડી ઇન્વિટેશન કાર્ડ લક્ઝુરિયસ વેડિંગમાં ઇન્ટ્રોડ્યુસ થયા છે જેની કિમંત અંદાજે 20થી 25 હજાર રૂપિયા છે. ડેસ્ટિનેશન વેડિંગ અને રોયલ વેડિંગ માટે ડિજિટલ કંકોત્રીની 3 ગણી ડિમાન્ડ છે. મેરેજમાં પણ ડિજિટલ કંકોત્રીનું પ્રમાણ વધ્યું છે. દરેક એજન્સીમાં માર્ચ સુધી બુકિંગ ફૂલ છે. લોકો લિમિટેડ કંકોત્રી પ્રિન્ટ કરાવે છે. કંકોત્રીના બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓ જણાવી રહ્યા છે કે,  લૉકડાઉનના કારણે પેપર કોસ્ટિંગના ભાવમાં 30 ટકા જેટલો વધારો આવ્યો છે. પરંતુ અમે બે વર્ષ પછી ઉઘડેલી ઘરાકી સાચવી રાખવા અને ગ્રાહકને સાચવવા કંકોત્રીના ભાવમાં સામાન્ય પાંચ ટકાનો વધારો કર્યો છે. છતાં હવે લોકો ડિજિટલ કંકોતરીના ટ્રેન્ડ તરફ વળ્યા છે.

કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા શહેરના એક જાણીતા કેટરર્સે જણાવ્યું હતું કે, કોરોના પહેલા લોકો મોટાભાગે ફૂડના પેક્જીસમાંથી ફૂડની પસંદગી કરતા હતા પણ કોરોના બાદ લિમિટેડ લોકો સાથે પરવાનગી હોવાથી સાથે જ હેલ્ધી પ્રોડક્ટ્સ અને લાઇવ કાઉન્ટરને વધારે પ્રિફર કરી રહ્યા છે. હાલમાં પેકેજ નહિ વાનગીઓની ડિશ પ્રમાણે કોસ્ટ લેવામાં આવે છે. આ સિઝનમાં ફૂડમાં લોકો લાઇવ લાઇવ કાઉન્ટર્સ વધુ પ્રિફર કરી રહ્યા છે. આ વર્ષે એક્ઝોટિકા વેજીટેબલ્સ ડિશીસની ડિમાન્ડની સાથે જાપાનિસ, મેક્સિકન અને પર્સિંયન ફૂડ ડિશ લોકો સૌથી વધારે પ્રિફર કરી રહ્યા છે. લોકોનો આગ્રાહ એક જ છે કે તેઓને ગરમ ફૂડ મળી રહે.