Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે વ્યક્તિઓની હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગણી

Social Share

અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે ભાઈઓની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દરમિયાન સામાજિક સમરસતા મંચ ગુજરાતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પીડિત પરિવારજનોને ઝડપી ન્યાય મળી રહે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવાની માંગણી કરી છે.

સામાજિક સમરસતા મંચ ગુજરાતના પ્રમુખ ખેમચંદ પટેલ અને મંત્રી ડો.વિજય ઝાલાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના  સમઢીયાળા ગામે જમીનના વિવાદમાં 15થી વધુ શખસોએ અનુસુચિત સમાજના બે ભાઈઓ પર હુમલો કરી ઘાતકી હત્યા કરી છે. સમઢીયાળા ગામના વતની અને અમદાવાદમાં રહેતા આલજીભાઈ પ્રેમજી પરમાર તેમના પત્ની શાંતાબેન અને ભાઈ આલજીભાઈ પ્રેમજી પરમાર સહિત પરિવાર સાથે પોતાની વડિલોપાર્જિત જમીનના ખેડાણ માટે સમઢીયાળા ગામે આવ્યા હતા. આ સમયે અમરભાઈ હરસુરભાઇ ખાચર, નાજભાઈ હરસુરભાઇ ખાચર, જીલુભાઈ અમરાભાઈ ખાચર, મંગલુભાઈ અમરાભાઈ ખાચરની સાથે 15 શખસોએ ધાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમજ અલજીભાઈ પ્રેમજીભાઈ પરમાર અને મનોજભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સામાજિક સમરતા મંચ ગુજરાત આ ઘટનાને વખોડી કાઢે છે. તેમજ સરકારને અપીલ કરે છે કે, આ ઘટના સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા જોઈએ. તેમજ સમગ્ર ઘટના અને અગાઉ બનેલી ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવી જોઈએ. આ ઉપરાંત સુરક્ષામાં ખામી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.