Site icon Revoi.in

દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ, APIPFT એ ભારત સરકારને કરી અપીલ  

Social Share

દિલ્હી:ઓલ-પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટ (એપીઆઈપીએફટી) એ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારત રત્નની માંગ કરી છે. APIPFTએ એક પ્રસ્તાવ દ્વારા ભારત સરકારને અપીલ કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવામાં આવે.

ફોરમે સરકારને વિનંતી કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવા અંગે મોકલવામાં આવેલા પ્રસ્તાવને ગંભીરતાથી અને સકારાત્મક રીતે લેવામાં આવે.ભારતે અગાઉ બે બિનભારતીયને આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

આ બિન-ભારતીય લોકોમાં પાકિસ્તાનના ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ ફ્રન્ટિયર ગાંધી તરીકે ઓળખાય છે, અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનો સમાવેશ થાય છે.પાકિસ્તાની અબ્દુલ ગફાર ખાનને વર્ષ 1987માં આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે નેલ્સન મંડેલાને આ એવોર્ડ 1990માં આપવામાં આવ્યો હતો.