1. Home
  2. Tag "bharat ratna"

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]

ભારતરત્નની નવી ઘોષણાએ ઈન્ડિયા ગઠબંધનની બીજી વિકેટ ખેરવી, RLD ચીફ જયંત ચૌધરીએ ભાજપ સાથે મળી ચૂંટણી લડવાની કરી વાત

નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણી 2024 માટે ગઠબંધનની ઘોષણા માત્ર ઔપચારીકતા રહી ગઈ છે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણસિંહને ભારતરત્ન એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી. કેન્દ્ર સરકારના આ એલાન બાદ જયંત ચૌધરી પાર્ટી નેતાઓની સાથે મીડિયાથી રૂબરૂ થયા હતા. ગઠબંધનના સવાલ […]

જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?

નવી દિલ્હી: ભારતના 10મા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાની હાજરજવાબી માટે ખાસા મશહૂર રહ્યા. વાજપેયી પહેલા વડાપ્રધાન રહેલા કોંગ્રેસના નેતા પી. વી. નરસિમ્હારાવ સાથેના તેમના સંબંદો ઉષ્માભર્યા રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના એક આર્ટિકલમાં કહ્યું છે કે કેવી રીતે વાજપેયીએ ભરી સભામાં મંચ પરથી નરસિમ્હારાવને ગુરુઘંટાલ કહી દીધા હતા. અટલ બિહારી વાજપેયીએ પોતાના […]

કર્પૂરી ઠાકુર, અડવાણી બાદ ચરણસિંહ, નરસિંહરાવ, સ્વામીનાથનને ભારતરત્ન, ચૂંટણી વર્ષમાં ક્યાં સાધ્યા રાજકીય સમીકરણ?

નવી દિલ્હી: 9મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કિસાન નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ અને કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાનું એલાન કર્યું છે. આ પહેલા 23 જાન્યુઆરીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને 3 ફેબ્રુઆરીએ દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીને ભારતરત્ન […]

પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, એમએસ સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહજીનું ભારતરત્નથી સમ્માન કરાશે

નવી દિલ્હીઃ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ હવે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સમ્માનિત કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે દેશની જનતાને સોશિયલ મીડિયા મારફતે જાણ કરી હતી. અગાઈ બિહારના પૂર્વ સીએમ […]

મસ્જિદ તોડનારાને મળ્યો ભારતરત્ન, અડવાણીને સર્વોચ્ચ સમ્માનથી મુસ્લિમ નેતા ભડક્યા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે. આ અહેવાલ પર જ્યાં ઘણાં લોકોએ ખુશી વ્યક્ત કરી છે, ત્યારે જમાત-એ-ઈસ્લામી હિંદના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જમાત એ ઈસ્લામી હિંદના ઉપાધ્યક્ષ મલિક મોહતસિમ ખાને કહ્યુ છે કે હાલની સરકાર પાસેથી આવા પ્રકારની આશા હતી કે તે […]

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્નથી સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ ભાજપાના સિનિયર નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કૃષ્ણ અડવાણીને ફોન કરીને પોતાની ખુશી વ્યક્ત કરીને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.’ તેમણે કહ્યું, ‘મને જણાવતા ખૂબ જ […]

બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળશે, વિપક્ષનું ઓબીસી કાર્ડ થશે ‘ફેલ’

નવી દિલ્હી :બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યાએ ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગોના મસીહા કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં ઘણાં ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને પણ ઘણાં દાવા-પ્રતિદાવાઓ થતા રહે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેઓ બિહારના બે વખત મુખ્યમંત્રી બન્યા […]

બિહારના પૂર્વ મુખ્યમંત્રી, દિવંગત કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળશે

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારની પ્રજામાં ‘જનનાયક’ તરીકે જાણીતા કર્પુરી ઠાકુરે તેમનું જીવન ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમની 100મી જન્મ જયંતિના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે આ સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકીય લોક નેતાને મરણોપરાંત ભારત રત્ન આપવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code