1. Home
  2. ગુજરાતી
  3. જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?
જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?

જ્યારે નરસિંહારાવને મંચ પર અટલજીએ કહ્યા હતા ગુરુઘંટાલ, જાણો શું હતી ઘટના?

0

નવી દિલ્હી: ભારતના 10મા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પોતાની હાજરજવાબી માટે ખાસા મશહૂર રહ્યા. વાજપેયી પહેલા વડાપ્રધાન રહેલા કોંગ્રેસના નેતા પી. વી. નરસિમ્હારાવ સાથેના તેમના સંબંદો ઉષ્માભર્યા રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના એક આર્ટિકલમાં કહ્યું છે કે કેવી રીતે વાજપેયીએ ભરી સભામાં મંચ પરથી નરસિમ્હારાવને ગુરુઘંટાલ કહી દીધા હતા.

અટલ બિહારી વાજપેયીએ પોતાના પુસ્તક મેરી ઈક્યાવન કવિતાએંના વિમોચનમાં વાજપેયીને આમંત્રિત કર્યા હતા. પુસ્તક વિમોચનના કાર્યક્રમનું આયોજન દિલ્હીના ફિક્કી ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. નીરચા ચૌધરી તે યાદગાર સમારંભ બાબતે લખે છે કે કાર્યક્રમમાં બોલતા પી. વી. નરસિમ્હારાવે અટલ બિહારી વાજપેયીને રાજનીતિક ગુરુ કહી દીધા હતા. વાજપેયીએ તુરંત જવાબ આપ્યો કે જો હું ગુરુ છું, તો તમે ગુરુઘંટાલ છો.

વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં નરસિમ્હારાવે કાશ્મીરને લઈને પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે તત્કાલિન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીને જિનેવામાં ભારતીય ડેલિગેશનના સદસ્ય તરીકે મોકલ્યા હતા॥

વડાપ્રધાન વાજપેયીએ 1998માં પોખરણમાં જે પરમાણુ પરીક્ષણ કર્યું, તેની પ્રારંભિક તૈયારીઓ નરસિમ્હારાવે પોતાની સરકાર દરિયાન કરી હતી. નરસિમ્હારાવ 21 જૂન, 1991થી 16 મે, 196 સુધી વડાપ્રધાન રહ્યા. તેમણે 1995માં પરમાણુ પરીક્ષણની તૈયારીના સંદર્ભે વાજપેયીને જાણકારી આપી હતી. જો કે ત્યારે અમેરિકાને ભારતની તૈયારીની ભનક સુદ્ધાં લાગી ન હતી અને પરીક્ષણ ટાળવામાં આવ્યું હતું.

વડાપ્રધાન તરીકે વાજપેયીએ ભારત-પાકિસ્તાન સંબંધોને ઠીક કરવાની કોશિશ કરી હતી, કારણ કે તેમનું માનવું હતું કે તમે મિત્રો બદલી શકો છો, પાડોશી નહીં. વાજપેયીની જીવની અટલ બિહારી વાજપેયી- ઈન્ડિયાઝ મોસ્ટ લવ્ડ પ્રાઈમિનિસ્ટર લખનારા વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષે એક ઈન્ટરવ્યૂમાં ઝિયા ઉલ હક અને વાજપેયી સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવ્યો હતો. સાગરિકા ઘોષના જણાવ્યા પ્રમાણે, વાજપેયીને પાકિસ્તાનની હાઈકમિશનરે ઝિયા ઉલ હક તરફથી એક પઠાની સૂટ ભેંટ કર્યો હતો. વાજપેયીએ કોઈપણ ખચકાટ વગર આ ભેંટને સ્વીકારી અને પઠાની સૂટ પહેરીને એક ડિનર પાર્ટીમાં પણ પહોંચ્યા હતા. વાજપેયીના પઠાની સૂટને જોઈને લોકો ઘણાં આશ્ચર્યમાં મૂકાયા હતા. ત્યારે તેમણે લોકોની શંકાનું સમાધાન કરતા સ્પષ્ટ કહ્યુ કે હું દેશનો ગુલામ છું, વેશનો નહીં.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ પોતાના આર્ટિકલમાં દાવો કર્યો છે કે ક્યારેક-ક્યારેક વાજપેયીની સામે એમ કહી દેવામાં આવતું હતું કે તેઓ ખોટી પાર્ટીમાં સાચા વ્યક્તિ છે. આ સાંભળીને તેઓ હસતા અને તે તેમના ખભા હલતા રહેતા. 80ના દશકના ઉતરાર્ધમાં એક સમય, ઘણાં લોકોએ તેમને એક નવી પાર્ટી બનાવવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમણે આ પ્રકારના સૂચનને સ્વીકાર્યું ન હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code