Site icon Revoi.in

રાજઘાની દિલ્હીમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જો કે વરસાદ બાદ બીમારીઓ ફેલાવા લાગી છે ત્યારે રાજઘાનીમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાયા બાદ હવે ડેન્ગ્યુનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે.સતત ડેન્ગ્યુના કેસો વધતો જોવા મળી રહ્યા છે.

આજરોજ સોમવારે દિલ્હીમ્યુનિસિપલ રિપોર્ટમાં જાણકારી આપી હતી જે પ્રમાણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે ડેન્ગ્યુએ હવે ડૂબી ગયેલા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. ગયા અઠવાડિયે, ડેન્ગ્યુના 56 નવા કેસ નોંધાયા હતા, જે કેસની કુલ સંખ્યા 240 થી વધુ થઈ ગઈ છે.  
જાણકારી પ્રમાણએ રાજધાનીમાં 22 જુલાઈ સુધી વેક્ટર-જન્ય રોગના 187 કેસ નોંધાયા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, 28 જુલાઈ સુધી આ સંખ્યા 243 હતી ત્યારે હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરીથી 28 જુલાઈ સુધીના સમયગાળામાં મેલેરિયાના 72 કેસ નોંધાયા હતા. જુલાઈમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 121, જૂનમાં 40 અને મેમાં 23 કેસ નોંધાયા છે.આમ દિવસે ને દિવસે દિલ્હીમાં રોગચાળાનું પ્રમાણ વધતુ જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં મચ્છરજન્ય રોગોના પ્રકોપને રોકવા માટે ડેન્ગ્યુ-મેલેરિયા વગેરે જેવા મચ્છરજન્ય રોગો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ ડીબીસી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના કારણે કોર્પોરેશનની આ ઝુંબેશને અસર થતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે  આજથી DBC કર્મચારીઓ પૂર્વ-ઘોષિત કાર્યક્રમ મુજબ સિવિક સેન્ટરના ગેટ નંબર 5 પર અચોક્કસ મુદ્દતની હડતાળ અને શ્રેણીબદ્ધ ભૂખ હડતાલ પર બેઠા છે. સવારે 9 વાગ્યાથી હડતાળ પર બેઠેલા કર્મચારીઓનું કહેવું છે કે તેમની માંગણીઓ ન સ્વીકારવાને કારણે તેમને હડતાળ પર બેસવું પડ્યું હતું.