Site icon Revoi.in

રાજસ્થાનમાં કોંગ્રેસની વિદાય નક્કી, ગૃહમંત્રી શાહે ગહેલોત સરકારને લીધી આડે હાથ 

Social Share

જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની  ચુંટણી ને લઈને તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે ત્યારે એક પરેશ કોનફોરન્સ દરમિયાન ગૃહમંત્રી અમિત  શાહે કોંગ્રેશ પર પાલટવાર કર્યો હતો અને ગેહલોત  સરકાર પર નિશાન સાધ્યું હતું . 

પ્રાપ્ત જાણકારી અનુસાર  અમિત શાહે રાજસ્થાનના જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ગેહલોત સરકારે સાલાસરમાં રામ દરબાર પર બુલડોઝિંગ શરૂ કર્યું, અલવરમાં ડ્રિલિંગ મશીન વડે શિવલિંગ તોડવામાં આવ્યું.

અમિત શાહે કહ્યું કે ગેહલોત સરકારમાં તુષ્ટિકરણની રાજનીતિ ચરમસીમા પર છે. છેલ્લા 5 વર્ષમાં છાબરા, ભીલવાડા, કરૌલી, જોધપુર, ચિત્તોડગઢ, નોહર, મેવાત, માલપુરા, જયપુરમાં આયોજનબદ્ધ રમખાણો થયા છે. વોટબેંકની રાજનીતિને કારણે ગેહલોત સરકારે તોફાનીઓ સામે કોઈ નક્કર પગલાં લીધાં નથી.

 

આ દરમિયાન શાહે ગેહલોત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં આવા તુષ્ટિકરણના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે જે કોંગ્રેસની સત્તા માં બન્યા છે . 

પ્રેસ કોન્ફરન્સમાં અમિત  શાહે કહ્યું કે રાજસ્થાનના દરેક ખૂણે લોકોમાં પરિવર્તન ઇચ્છી રહ્યા  છે. રાજસ્થાનના લોકોએ દરેક ક્ષેત્રમાં નિષ્ફળ અને નિષ્ફળ ગયેલી કોંગ્રેસ સરકારને વિદાય આપવાનું મન બનાવી લીધું છે. રાજસ્થાને હંમેશા મોદીજી સાથે ઉભા રહીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે.
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે રાજસ્થાનની જનતાએ 2014 અને 2019 બંને ચૂંટણીમાં ભાજપને તમામ બેઠકો આપીને મોદીજીને હંમેશા સમર્થન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મેં સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કર્યો છે અને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે રાજસ્થાનમાં આગામી સરકાર ભારતીય જનતા પાર્ટીની જ બની રહી છે.આ વખતે કોંગ્રેસની વિદાય નક્કી છે .ગેહલોત સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિનો જો કોઈએ સામનો કર્યો હોય તો તે મહિલાઓ અને દલિતોની છે.