Site icon Revoi.in

આરોગ્ય સચિવ જ્યંતિ રવિની પ્રતિનિયુક્તિઃ તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ ખુબ મહેનેત કરી છે. જેના પરિણામ સ્વરૂપે જ ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુઆંક ઓછો છે. દરમિયાન જ્યંતિ રવિએ પ્રતિનિયુક્તિ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેથી તેમના પ્રતિનયુક્તિનો પર આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા મૂળ તમિલનાડુના જયંતી રવિ 1991ની બેચના આઈએએસ અધિકારી છે. તેઓ હાલમાં ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવે છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. ગુજરાતમાં કોરોનાને નાથવા માટે તેમના અંડરમાં જ કામગીરી કરવામાં આવતી હતી. દરમિયાન તેમણે પ્રતિનયુક્તિ માંગી હતી. કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમની તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. આગામી દિવસોમાં તેઓ એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે પદભાર સંભાળશે.