Site icon Revoi.in

ફ્રી શિપ કાર્ડ હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ ફી માગતા વિદ્યાર્થીઓનો હોબાળો

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષ માટે પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહીમાં છબરડા બહાર આવી રહ્યા છે. જેમાં પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં ફ્રી શિપ કાર્ડ ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી કોલેજોએ ફી માગી હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠનોએ કર્યો છે. પ્રવેશ માટેની એજન્સી અને કોલેજો વચ્ચેના સંકલનના અભાવે અસંખ્ય વિદ્યાર્થીઓ અટવાયા હતા અને યુનિવર્સિટી સુધી દોડી આવવાની ફરજ પડી હતી, જેના કારણે ફ્રી શિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને કોલેજ અને પ્રવેશ કમિટીના કાર્યાલય ખાતે ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો માટે પ્રવેશની કાર્યવાહી દરમિયાન અનેક છબરડાઓ સર્જાયા હતા. પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ પ્રક્રિયામાં ફ્રી શિપ કાર્ડ ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી કોલેજોએ ફી માગી હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠનોએ કર્યો છે. આ મામલે એનએસયુઆઈએ યુનિના સત્તધિશો સમક્ષ રજુઆત પણ કરી હતી. ફ્રી શિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને કોલેજ અને પ્રવેશ કમિટીના કાર્યાલય ખાતે ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉથી જાહેરાત કરાઈ હોવા છતાં સોમવારથી પ્રથમ વર્ષ એમકોમની પ્રવેશ કાર્યવાહીની શરૂઆત કરાઈ ન હતી. જોકે મંગળવારે મોડી સાંજે ક્વિક રજિસ્ટ્રેશન સાથે પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. આ અંગે એનએસયુઆઈના પ્રદેશ પ્રવક્તા સુબ્હાન સૈયદે જણાવ્યું કે, ‘વિવિધ વિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહીમાં છબરડા અને અનિયમિતતા બાબતે યુનિવર્સિટી કક્ષાએ રજૂઆતો કરાઈ છે છતાં કોઈ ને કોઈ પ્રકારના છબરડા બહાર આવી રહ્યા છે.

 

Exit mobile version