1. Home
  2. Tag "gujarat uni"

ગુજરાત યુનિની NRI હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સાથે રાખવા સામે NSUIનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર મારામારી અને તોડફોડના બનાવ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોએ ડેમેજ કન્ટ્રોલ કરીને ફરી આવા બનાવો ન બને તે માટેનો પ્લાન ઘડી કાઢ્યો છે. ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલના A બ્લોકમાંથી ખસેડીને એનઆરઆઇ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરાયા છે. એનઆરઆઈ હોસ્ટેલમાં બોય્ઝ અને ગર્લ્સને એક સાથે ફાળવણી કરવામાં આવી છે.  જેથી વિદ્યાર્થી સંગઠન NSUI […]

ગુજરાત યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં LLBની બેઠકોમાં વધારો ન કરાતા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન  એલએલબીની ગ્રાન્ટેડ કોલેજોની બેઠકોમાં આ વર્ષથી ઘટાડો કરાયો છે. બીજીબાજુ ખાનગી લો કોલેજોમાં વિદ્યાર્થીઓને વધુ ફી આપીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આથી ગ્રાન્ટેડ લો કોલેજોમાં  બેઠકો વધારવાની માગ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિ.ભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે 3 વર્ષના LLBમાં ગ્રાન્ટેડ કોલેજની બેઠકમાં મોટી […]

ગુજરાત યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકો 8000 ફીમાં ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવવા માટે યુનિ.એ મંજુરી આપી છે. આ ખાનગી વર્ગો માટે વિદ્યાર્થીદીઠ 10 હજારની ફી લેવા કોલેજ સંચાલકોએ માગણી કરી હતી, જ્યારે ગુજરાત યુનિ.ના સત્તાધિશોએ એબીવીપીના દબાણમાં વિદ્યાર્થીદીઠ રૂપિયા 8000ની ફી લેવાની મંજુરી આપતા લો કોલેજના સંચાલકો હવે ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી. આથી કોકડું […]

ગુજરાત યુનિ,એ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી ન કરતા NSUIએ કૂલપતિની ચેમ્બરમાં નારા લગાવ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને પોતાની ફરજ પુરી થઈ ગઈ હોય તેમ જવાબદારો સામે કોઈ જ પગલાં લેવાયા નથી. આ મામલે સની ચૌધરી નામના વ્યક્તિનું નામ ખૂલ્યું છે. NSUIનો આક્ષેપ છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો હોવાથી યુનિવર્સિટી કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં […]

ગુજરાત યુનિ, સંલગ્ન 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 8  જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં હવે એક જ વર્ગ ગ્રાન્ડેટ ધારણે ચાલશે. જ્યારે અન્ય વર્ગ સ્વનિર્ભર મોડલ પર ચલાવવાનો રહેશે. હાઇબ્રીડ મોડેલ પર ચલાવવાના વર્ગ માટે કોલેજ દ્વારા 10,000 રૂપિયા ફીની મંજૂરી માંગવામાં આવી હતી. જેની સામે ગુજરાત યુનિવર્સિટીએ 8000 રૂપિયા ફીની મંજૂરી આપી છે. જેથી ગ્રાન્ટેડ કોલેજમાં એક વર્ગની ફી […]

ગુજરાત યુનિ.માં પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે પ્રોફેસર સહિત કર્મચારીઓના નિવેદન નોંધાયા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાંથી  બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહી ગુમ થતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરીને એક પ્રોફેસર સહિત યુનિ.ના કર્મચારીઓની પૂછપરછ કરીને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત ચાર જેટલા કર્મચારીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મેસેજ ડિલિટ કર્યા હોવાની શંકાને લીધે મોબાઈલ ફોન એફએસએલને તપાસ માટે મોકલવામાં આવશે, […]

ગુજરાત યુનિ.માં ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે NSUIએ કૂલપતિના રાજીનામાંની માગ કરી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિ.કેમ્પસમાં જ વિરોધ કરવામાં આવ્યો હતો. આંખે પટ્ટી બાંધી અને ગળામાં પૈસાનો હાર પહેરીને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ આંખ પર કાળા કલરની પટ્ટી બાંધીને તથા ગળામાં નકલી […]

ગુજરાત યુનિ. સંલગ્ન લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડતા 8500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લૉ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા હાલ અટકાવી દેવામાં આવતાં અરજી કરનારા 8500 વિદ્યાર્થીઓ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયા છે. કોર્ટ મેટરના કારણે હાલમાં પ્રવેશ ફાળવી શકાય તેમ નથી. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય ન થાય તો આ વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન […]

ગુજરાત યુનિ.માં BSC નર્સિંગની ઉત્તરવહીઓ ગુમ થવાને મુદ્દે SITની રચના કરવા NSUIની માગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયાને મામલો પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે પણ યુનિવર્સિટી પાસે પિપોર્ટ માગ્યો હતો. યુનિવર્સિટીના સત્તાધિશોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે આ મામલે સીટની રચના કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ કૂલપતિને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓને આ […]

ગુજરાત યુનિ.ના કૂલપતિનું પદ મેળવવા 100થી વધુ સ્પર્ધકો, સંઘ સાથે જોડાયેલા પ્રોફેસરોનું લોબિંગ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાની કૂલપતિપદની ટર્મ 30 જૂને પુરી થઈ રહી છે, ત્યારે સર્ચ કમિટી દ્વારા કૂલપતિની પસંદગી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. કૂવપતિનું પદ મેળવવા માટે 100 વધુ ઉમેદવારોએ અરજીઓ કરી છે. જેમાં સૌથી વધુ પ્રોફેસરોનો સમાવેશ થાય છે. કેટલાક સંઘ અને ભાજપ સાથે સંકળાયેલા પ્રોફેસરોએ કૂલપતિપદ મેળવવા માટે લોબિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code