Site icon Revoi.in

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ થઈ છે. જેમાં ધો. 1 માં 15, ધો. 2 માં 125, ધો. 3 માં 158, ધો. 4માં 223, ધો. 5 માં 206, ધો. 6માં 230, ધો. 7માં 149 તથા ધો. 8 માં ૧૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્‍યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિદ્વારકાની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2021-22 ની સાપેક્ષે 2022-23 માં વધારે બાળકો પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં વર્ષ 2021-22માં કુલ 6792 થી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્‍યો હતો જેમાં 3503 કુમાર અને 3289 કન્‍યા તથા 2022-23માં કુલ 8660 વિધાર્થીઓ જેમાં 4235 કુમાર તથા 4425 કન્‍યા સમાવેશ થાય છે. સરકારની વિવિધ યોજનાઓ લીધે વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં વિશ્વાસ વધ્‍યો છે. આજે શાળાઓના સ્‍માર્ટ બોર્ડ દ્વારા ગુણવતાયુક્‍ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ બાળકોનો શારીરિક કે માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં સુધારો કરવાની સાથે હવે સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ મારફતે એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.