- DGCA એ ગો ફર્સ્ટને આપ્યો આદેશ
- એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું
દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, અને નાણાકીય પરિસ્થિતિ સર્જાવવા માટે એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હિટનીને દોષી ઠેરવી રહી છે.
ગોફર્સ્ટના CEOએ કહ્યું હતું કે જો NCLT લીઝ પર લીધેલા એરક્રાફ્ટને પાછા લેવા પર પ્રતિબંધ મૂકે છે, તો એરલાઇન્સ 7 દિવસમાં ફરીથી ઉડાન શરૂ કરી શકે છે. ટ્રિબ્યુનલે GoFirstને નાદાર જાહેર કરવાના વચગાળાના આદેશની માંગ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.