Site icon Revoi.in

ટ્વિટર પર કરાયેલી વિમાનમાં ગંદકી હોવાની ફરીયાદની DGCA લીઘી નોંધ- સફાઈ કરાવ્યા બાદ ઉડાન ભરી

Social Share

દિલ્હી- સામાન્ય રીતે વિમાનમાં ગંદકી હોતી નથી પરંતચુ તાજેતરમાં આવી ફરીયાદ કરી હોવાની ઘટના સામે આવી છે, મળતી જાણકારી પ્રમાણે એક પેસેન્જર દ્વારા ગંદી સીટો અને ખરાબ કેબિન પેનલની ફરિયાદ પર DGCA દ્વારા સ્પાઈસ જેટ પ્લેનને રોકવામાં આવ્યાના એક દિવસ બાદ, બુધવારે જરૂરી સમારકામ સાથે પ્લેન ટેક ઓફ કર્યું હતું

સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે બેંગલુરુથી ગુવાહાટી જઈ રહેલા એક મુસાફરે ટ્વિટર પર ગંદી સીટો અને ખરાબ કેબિન પેનલના ફોટા પોસ્ટ કર્યા હતા આ વાતની ખાસ નોંધલેતા સુધારો પણ કરવામાં આવ્યો.

મળતી જાણકારી મુજબ યાત્રી દ્રારા કરવામાં આવેલા ટ્વિટની નોંધ લેતા આ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ મંગળવારે બોઇંગ 737 એરક્રાફ્ટને રોકી દીધું હતું. જો કે, એરલાઈને એવિએશન રેગ્યુલેટર દ્વારા સૂચવવામાં આવેલ તમામ સમારકામ હાથ ધર્યાના એક દિવસ બાદ પ્લેેને ફરી ઉડાન ભરી.

આ ઘટનાની પુષ્ટિ કરતા, સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સ્પાઈસજેટ બોઈંગ 737 એરક્રાફ્ટનું આંતરિક કેબિન વર્ક ડીજીસીએની સૂચના પર 19 એપ્રિલે બપોરે 3.40 વાગ્યે બેંગલુરુમાં ઉતર્યા પછી હાથ ધરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે ડીજીસીએની મંજૂરી બાદ 20 એપ્રિલની સવારે વિમાને ટેકઓફ કરવાનું શરૂ કર્યું.