Site icon Revoi.in

ડાયાબિટીસ-હ્યદય રોગના દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર દવાના ભાવમાં કરી શકે છે ફેરફાર

Social Share

વિશ્વમાં ભલે દવાઓની કિંમત ભારતમાં સૌથી ઓછી હોય પરંતુ હવે તે કિંમતમાં ફરીવાર વધારે ઘટાડો થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકારઆગામી 15 ઓગસ્ટે ગંભીર રોગોની સારવારમાં આપવામાં આવતી દવાઓની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ દવાઓમાં કેન્સર (cancer), ડાયાબિટીસ ( diabetes), હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોની દવાઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી સારવાર લઈ રહેલા લાખ્ખો લોકોને ઘણી રાહત મળશે.

કેન્દ્ર સરકાર દેશમાં લોકોને વધુ સારી અને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. હોસ્પિટલોમાં સુવિધા વધારવાની સાથે સાથે જેનરિક દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ યોજના અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે સરકાર દવાઓની ઊંચી કિંમતોથી ચિંતિત છે. તે તેને ઘટાડવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે જો સરકાર દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તોને આખરી નિર્ણય બાદ મંજૂર કરવામાં આવે તો ગંભીર રોગોમાં વપરાતી મોટાભાગની દવાઓના ભાવમાં 70 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ સાથે, સરકાર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM), 2015ને પણ અપડેટ કરવા માંગે છે, જેથી હાલમાં ઉપયોગમાં લેવાતી દવાઓને પણ તેમાં સામેલ કરી શકાય.