Site icon Revoi.in

એનિમલમાં બોબીને મુસ્લિમ વિલન બનાવવા પર બોલ્યા ડાયલોગ રાયટર, રણબીર તો હિંદુ હીરો છે, પણ તે રાક્ષસથી કમ હતો?

Social Share

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ પોતાના કન્ટેન્ટ અને ડાયલોગ્સને લઈને વિવાદમાં રહી છે. ગઝલ ધાલીવાલ, જે ખુદ એક સ્ક્રીનરાઈટર છે. તેમણે એનિમલના ડાયલોગ રાયટર સૌરભ ગુપ્તા સાથે મૂવી પર ડિબેટ કરી, તો ઘણી ઈન્ટ્રેસ્ટિંગ વાતો સામે આવી. ગઝલે આ ફિલ્મના સીન્સથી લઈને કિરદારો સુધીની બાબતોમાં આકારા સવાલો કર્યા હતા. સૌરભે સપોર્ટમાં રસપ્રદ તર્કો પણ આપ્યા હતા.

પેડવાળા ડાયલોગ પર ઉઠયા સવાલ-

FICCI Framesનો એક વીડોય બ્રૂટ ઈન્ડિયાએ શેયર કર્યો છે. તેમા ગઝલે કહ્યું છે કે ફિલ્મના હીરો રણબીર કપૂર,એ પ્રકારનો વર્તાવ કરી શકે છે અને બોલી શકે છે કે તુમ મહીને મેં  4 પેડ બદલતી હો ઔર ઈતના ડ્રામા. જો એક હીરો આવા પ્રકારની ચીજો બેલશે, તો જોનાર ભલે આ બધું ન બોલે, પરંતુ તેના દિમાગમાં આવી જશે. તે પોતાની જોબ કહી શક છે, તે આટલો ડ્રામા કરી રહ્યો છે, આજે તેમને રજા જોઈએ કારણ કે પીરિયડ્સ થઈ રહ્યા છે.

સૌરભે આપ્યો જવાબ

આના પર સૌરભે જવાબ આપ્યો, સિનેમાથી લોકોને સેનિટરી નેપકિન્સની જરૂરતો સમજાવવા, જણાવું કે સ્મોકિંગ ખરાબ છે, દારૂ ખરાબ છે..  સિનેમા પર ઘણું પ્રેશર થઈ ગયું છે. થોડી મજા પણ લો.

ફિલ્મમાં છે ઈસ્લામોફોબિયા?

મૂવીમાં વિલન અબરારનું કિરદાર મુસ્લિમ છે. ગઝલ ફિલ્મ પર ઈસ્લામોફોબિયાને લઈને સવાલો ઉઠાવી રહી હતી. તેણે કહ્યું કે ફિલ્માં એવું પણ દેખાડવામાં આવ્યું છે. સૌરભે કહ્યુ કે ટીમને લોજિકલ લાગ્યું કે બોબીનો કિરદાર અબરાર હક આ ટ્રાન્ઝીશીનથી પસાર થશે.

હિંદુ હીરો પણ રાક્ષસથી કમ નથી

તેણે કહ્યુ કે કારણ કે સંબંધમાં જૂની તિરાડ હતી, માટે તેના દાદાજી અલગ થઈ ચુક્યા હતા, ધર્મ બદલી નાખ્યો હતો. અમારા માટે આ તમામ ચીજો લોજિકલી ચાલી રહી હતી. હવે અમને અહેસાસ થઈ રહ્યો છે કે અચ્છા આવું પણ વિચારાય રહ્યું છે. પરંતુ હીરો પણ વિલન તરીકે કોઈ રાક્ષસથી કમ બન્યો નથી. તે તો હિંદુ છે, પરંતુ કોઈએ કહ્યુ નહીં કે તમે એક હિંદુને આવો દેખાડયો છે.

આવો કિરદાર શા માટે ઘડયો?

આના પર ગઝલ બોલી કે આ તો કહેવાની વાત છે કે આ એક હાની છે અને કિરદારે આવું કર્યું છે. પરંતુ થંભીને વિચારવું જોઈએ કે તે કિરદાર તમે ઘડયો છે. રાયટર જ કેરેક્ટર માટે સ્ટોરી નક્કી કરે છે. તમે કેરેક્ટર પાસે આવું કરાવ્યું જ કેમ?

શા માટે દેખાડયો આવો મુસ્લિમ?

તમે નક્કી કર્યું કે તેનો ભાઈ વિદેશ જઈને ધર્મ બદલી લેશે. તમે નક્કી કર્યું કે કિરદાર ધર્મ બદલીને એક સ્ટીરિયોટાઈપ મુસ્લિમ બનશે,જેની ત્રણ પત્નીઓ હશે, ગુસ્સાળ હશે, પત્નીઓને મારશે અને 100 લોકોની સામે તેમના પર ઝપટી પડશે.

આન પર સૌરભ સંમત થયા કે હાં આ મોટી મુશ્કેલી છે કે સિનેમાં સમુદાયોને ખાસ પ્રકારે દર્શાવવામાં આવે છે. પરંતુ આ સવાલ મોટો સ્તર પર ઉઠાવવો જોઈએ. ગઝલ બોલે છે કે મહિલાઓની સાથે પણ નિર્દયતા દેખાડવામાં આવી છે. રશ્મિકાએ પોતાના માતાપિતાને છોડી દીધા. રણબીરનો પરિવાર, કઝિન્સ, સારો કારોબાર બધું હતું. તેમણે ફિલ્મને સેડ એન્ડિંગવાળી ગણાવી છે.

રશ્મિકાને કમજોર બતાવવામાં આવી નથી

સૌરભે કહ્યુ છે કે મહિલાઓને કમજોર દેખાડવા માટે ફિલ્મ બનાવી ન હતી. મને લાગે છે કે હીરોની પત્નીને ઘણાં અધિકારો મળ્યા હતા. છેલ્લે તે તેને છોડીને પણ ચાલી જાય છે. તે બધું ગુમાવી દે છે. ગઝલે છેલ્લે ફિલ્મના વખાણ પણ કર્યા હતા.