Site icon Revoi.in

સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’માં દિશા પટની લીડ રોલ કરશે -કરણ જોહરે ફિલ્મને લગતી પોસ્ટ શેર કરી

Social Share

 

મુંબઈઃ- બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’માં અભિનેત્રી દિશા પટની મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મમાં દિશાની સાથે રાશિ ખન્ના પણ જોવા મળશે. દિશા અને રાશીની એન્ટ્રી વેિશેની માહિતી ફિલ્મના નિર્માતા કરણ જોહરે પોતાના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી  છે.

ઉલ્લેખનીય છે કે ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘યોધા’ 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેત્રી દિશા પટની અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડીને ઓનસ્ક્રીન જોવા માટે ચાહકો આતૂરતાથી રાહ  જોઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ યોદ્ધામાં દિશા અને રાશિનું સ્વાગત કરતા કરણ જોહરે પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું – ફિલ્મ યોદ્ધાની શાનદાર અને ટેલેન્ટેડ ફઇમેલ લીડ્ય અહી છે, સુંદર, સ્પષ્ટવક્તા અને મોહક દિશા પટનીનું પરિવારમાં સ્વાગત છે. રાશિ ખન્નાનું પણ સ્વાગત છે જે તેની નિર્દોષતાથી સ્પાર્ક રોલમાં જાન નાખે છે. યોદ્ધા 11મી નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

કરણ ઉપરાંત દિશા પટની અને રાશિ ખન્ના પણ ફિલ્મમાં પોતાની એન્ટ્રીથી ખૂબ જ ખુશ છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ બંનેને ફિલ્મમાં આવકારતાં પોતાની લાગણી શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કેપ્શનમાં લખ્યું – #યોદ્ધા! દિશા પટની અને રાશિ ખન્નાની બે ફેબ્યુલસ ફીમેલ લીડ્સ ને લઈને ઉત્સાહિત છે.

મળતી માહિતી મુજબ, સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મનું નિર્દેશન સાગર આંબ્રે અને પુષ્કર ઓક્ષા કરશે. જ્યારે કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધા એરિયલ એક્શન ડ્રામા છે. એરિયલ એક્શન ફિલ્મ એટલે આકાશમાં શૂટ થતી ફિલ્મો. ફિલ્મમાં ફાઈટીંગ સીન આકાશમાં શૂટ કરવામાં આવશે.

Exit mobile version