Site icon Revoi.in

ખોટ કરતા કેટલાક બોર્ડ નિગમના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ ન અપાતા અસંતોષ

Social Share

ગાંધીનગરઃ  રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ તો મળી ગયો છે, પણ હજુ  સરકાર હસ્તકના કેટલાક ખોટ કરતા બોર્ડ/નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચથી વંચિત રખાયા છે. તેથી બોર્ડ-નિગમના કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી સાહસોમાં ફરજ બજાવતા કર્મયોગીઓને સાતમાં પગાર પંચનું એરિયર્સ અને 20 જેટલા નિગમોને પગાર પંચના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાની રાવ ઉભી થઇ છે. તો બીજી તરફ આમુદ્દાનો ઉકેલ લાવવા તમામ મહામંડળો એક જૂથ થઈ મહત્વની બેઠક કરશે અને સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો તેની સામે લડતના મંડાણ કરવાની રણ નીતિ બેઠકમાં જ કરવામાં આવશે .

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના બોર્ડ- નિગમ ના કર્મયોગીઓને સરકાર દ્વારા 1 જાન્યુ 2016થી સાતમા પગાર પંચની અમલવારી કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા જે બોર્ડ -નિગમના કર્મચારીઓ ને સાતમા પગારપંચથી વંચિત રાખવામાં આવ્યા છે. તેવા કર્મચારીઓના મંડળે હવે રાજ્ય સરકાર પાસે અમલવારી કરાવવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ છે.તો બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકારે કેટલાક બોર્ડ નિગમમાં સાતમાં પગાર પંચનું ચુકવણું કરી દીધું છે. પરંતુ કેટલાક બોર્ડ નિગમ ખોટ કરતા હોવાનું કારણ આગળ ધરીને કેટલાક બોર્ડ/નિગમ સાતમા પગાર પંચનો અમલ સરકારે નહીં કરી અવગણના કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની આવી બેવડી નીતિથી અકળાયેલા અને સાતમાં પગાર પંચથી વંચિત રહેલા કેટલાક બોર્ડ-નિગમના કર્મયોગીઓ એ સરકાર પાસે કડક ઉઘરાણી કરી મળવાપાત્ર લાભ મેળવવા મન બનાવી દીધું છે. ઉલ્લેખની છે કે રાજ્ય સરકારે ચાર બોર્ડ નિગમ ને 19 મહિનાનું એરિયર્સ  ચૂકવી દીધું છે.જ્યારે બાકીના નિગમોને આજ દિન સુધી ચુકવણી કરી નથી.