Site icon Revoi.in

શિયાળાની ઠંડીમાં નિર્જીવ ત્વચાને ચમકદાર બનાવવા માટે આટલુ કરો

Social Share

જો કોલ્ડ ક્રીમ લગાવ્યા પછી તમારી ત્વચા નિર્જીવ દેખાવા લાગી છે અને તમારી ત્વચાનો ગ્લો ખોવાઈ ગયો છે, તો શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં હોય છે, શિયાળાની ઠંડીમાં બીટને ખાવા અને ચહેરા ઉપર લગાવવાના અનેક ફાયદા થાય છે. બીટ ખીલ દૂર કરવાની સાથે તેના દાગ પણ ઘટાડે છે.

બીટ અને દહીંનું ફેસ પેકઃ આ ફેસ પેક ત્વચાનો રંગ નિખારવા માટે ઉપયોગી છે. બીટનો ટુકડો લો અને તેને બ્લેન્ડરમાં પેસ્ટ કરો. તેમાં ખાટુ દહીં અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ રહેવા દો અને ચહેરો ધોઈ લો. આ ફેસ પેક ત્વચાને તાજગી અને ચમકદાર બનાવશે.

બીટ અને ચંદનનું ફેસ પેકઃ ડાઘ દૂર કરવા માટે બીટરૂટ અને ચંદનના ફેસ પેકનો ઉપયોગ કરો. બીટમાં વિટામિન સી હોય છે, જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. બીટની પેસ્ટમાં ચંદન પાવડર મિક્સ કરીને ત્વચા પર લગાવો. તેને 15 મિનિટ રહેવા દો અને ચહેરો ધોઈ લો. આ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરશે. તેનાથી પિગમેન્ટેશનની સમસ્યા પણ દૂર થશે.

બીટ અને એલોવેરા જેલઃ શિયાળો એટલે શુષ્ક ત્વચા. ભેજના અભાવે ત્વચા શુષ્ક થઈ જાય છે. બીટ અને એલોવેરા જેલ આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. બીટની પેસ્ટમાં એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. પંદર મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરશે.

બીટ સાથે ખીલની સારવાર કરોઃ જો તમે ખીલથી પરેશાન છો તો તમે બીટરૂટનો પણ ઉપયોગ કરી શકો છો. 2 ચમચી બીટરૂટની પેસ્ટમાં 2 ચમચી બેકિંગ પાવડર અને 1 ચમચી લીમડાનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. ફેસ પેક સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. આ પછી તમારો ચહેરો ધોઈ લો. આ ફેસ પેક ખીલની સમસ્યાને ઓછી કરશે અને ત્વચાનો રંગ નિખારશે.