Site icon Revoi.in

શું તમને ડાયાબિટીસ છે? આ વ્યાયામ તમારે જરૂર કરવા જોઈએ

Social Share

જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય અથવા જો કોઈ ડાયાબિટીસનો દર્દી હોય તો તેણે હંમેશા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, જો કે એમાં જો વ્યાયામને ઉમેરવામાં આવે એટલે કે કાળજીના સંદર્ભથી વ્યાયામ પણ કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓને વધારે રાહત મળી શકે તેમ છે અને સ્વાસ્થ્ય પણ વધારે તંદુરસ્ત થઈ શકે છે.

જો સૌથી પહેલા વાત કરવામાં આવે સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગ કરી શકો છો. તે ટાઈપ 2ના ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે. તે માનસિક તણાવને પણ ઓછો કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે.

આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ સ્વિમિંગ પણ કરી શકે છે. તરવુ એક સારી કસરત છે. તે માત્ર ફિટ રાખવામાં જ મદદ કરે છે, પરંતુ તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આ ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે. સ્વિમિંગ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે.

આ ઉપરાંત સાયકલ ચલાવવાથી બ્લડ સુગર ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત સાયકલ ચલાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ડાયાબિટીસથી પીડિત લોકો માટે તે ખૂબ જ ફાયદાકારક છે.