Site icon Revoi.in

શું તમને ખબર છે? મગજ માટે સૌથી ધાતક છે તણાવ,આ રીતે કરો તેને દુર

Social Share

જ્યારે કોઈ વ્યક્તિ ચિંતામાં આવે ત્યારે સામાન્ય રીતે તણાવનો અનુભવ કરતો હોય છે. આજના સમયમાં મગજમાં તણાવ હોવો સામાન્ય બની ગયો છે. પરંતુ એકથી વધુ સ્તરના તણાવ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. આ વાતથી લોકો ચિંતિત થવાની જરૂર નથી પણ હવે તેને દુર કરવા માટેના રસ્તા જાણવા જોઈએ.

સ્ટ્રેસમાંથી છૂટકારો મેળવવા માટે સૌથી પહેલા જાણો કે કામ અને જવાબદારીઓના બોજને કારણે ઘણી વખત તણાવ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા વ્યસ્ત જીવનમાં થોડો સમય કાઢો. તેનાથી તમારા મનને પણ આરામ મળશે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે શોખની કો શોખ તમને તણાવથી બચવામાં ઘણી મદદ કરી શકે છે. જ્યારે પણ તમે તણાવના સમયગાળામાંથી પસાર થાઓ છો, ત્યારે તમારો શોખ જે હોય તે કરવાનું શરૂ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમે રાહત અનુભવશો. આ ગુણવત્તાયુક્ત સમય તમને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા દો.

સ્ટ્રેસથી છુટકારો મેળવવાનો એક સસ્તો રસ્તો છે કસરત. જો તમે દરરોજ થોડી મિનિટો જ કસરત કરશો તો તમારો મૂડ ફ્રેશ રહેશે. નિયમ પ્રમાણે દરરોજ વર્કઆઉટ કરવું પડશે, જેથી તમે તણાવમાંથી મુક્તિ મેળવી શકો.