Site icon Revoi.in

શું તમને સમોસા, કચોરી અને પાણીપુરીનું અંગ્રેજી નામ ખબર છે? વાંચો..

Social Share

ભારતમાં લોકો જો સૌથી વધારે કોઈ વસ્તુ માટે શોખીન હોય તો તે છે ખાવા માટેના. ભારતના લોકોને ચટાકેદાર અને તીખી વસ્તુઓ પહેલાથી જ પસંદ છે પણ તેના અંગ્રેજીમાં નામ ખબર હોતા નથી. તો હાલમાં વાત કરવામાં આવશે પાણીપુરી-સમોસા અને કચોરીની કે જેના અંગ્રેજીમાં નામ મોટા ભાગના લોકોને ખબર હશે નહી.

સમોસાએ ઉત્તર ભારતનો પ્રખ્યાત નાશ્તો છે. જ્યારે પણ સમોસાને અંગ્રેજીમાં લખવાની વાત આવે ત્યારે પણ લોકો તેને સમોસા જ લખે છે. પરંતુ સમોસાને અંગ્રેજીમાં ‘રિસોલ’ કહેવાય છે. કચોરી સમોસાની જેમ જ લોકોનો મનપસંદ નાશ્તો છે. સમોસાની જેમ લોકોને એ પણ નથી ખબર કે કચોરીને અંગ્રેજીમાં શું કહેવાય. તો તેને અંગ્રેજીમાં ‘પાઈ’ કહેવામાં આવે છે.

જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જલેબીને અંગ્રેજીમાં રાઉન્ડેડ સ્વિટ અથવા ફનલ કેક પણ કહેવામાં આવે છે જો કે, કેટલાક લોકો તેને સ્વિટમીટ તો કેટલાક લોકો તેને સિરપ ફિલ્ડ રીંગ પણ કહે છે.

જો વાત કરવામાં આવે ભારતમાં મોટા ભાગની મહિલાઓની મનપસંદ વસ્તુ એવી પાણીપુરીની તો તેને ભારતના વિવિધ રાજ્યોમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પરંતુ પાણીપુરીને અંગ્રેજીમાં વોટરબોલ્સ કહેવાય છે. ભારતમાં પાણીપુરીના શોખીન લોકોનો વર્ગ પણ મોટા પ્રમાણમાં છે અને અમદાવાદ જેવા શહેરમાં તો પાણીપુરી માટે રોજ સાંજે લાઈનો પણ લાગતી જોવા મળે છે.