Site icon Revoi.in

શું તમે ફળો ખાતા વખતે છાલ કાઢી નાખો છો, તો હવે જાણીલો છાલ સાથે શા માટે ખાવા જોઈએ ફળ

Social Share

અનેક ફળો કે શાકભાજી આપણામે છાલ વગર ખાવાનું પસંદ છે,પરંતુ તમે નહી જાણતા હોવ કે છાલ સાથે ફળો કે શાકભઆજી ખાવાથી પણ કેટચલાક ફાયદાઓ થાય છે, હા એ વાત સાચી છે કે દરેક ફળ કે શાકભાજીની છાલ ખાવાને લાયક નથી હોતી પરંતુ મોટા ભાગના ફળો અને શાકભાજીની છાલ સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે.

એક રિસર્ચ પ્રમાણે છાલમાંપણ ભરપૂર માત્રામાં સ્વાસ્થ્યપ્રદ ગુણ રહેલા છે. તેમાં મોટી માત્રામાં કોન્સન્ટ્રેટેડ ફાઈટોકેલ્શિયમ હોય છે. ફળોની જો વાત કરીએ તો ખાસ કરીને સંતરા અને મોસંબીમાં ફ્લેવોનોઈડ સમાયેલ હોય છે. આ સુપર ફ્લેવોનોઈડ ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ફાયદા કારક છે અને રક્ત પરિવહન દરમિયાન રક્તવાહિની પર વધુ પ્રેશર આવતું પણ અટકાવે છે. જે હ્રદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

સામાન્ય રીતે ઘણા લોકોને સફરજનને છોલીને ખાવાની ટેવ હોય છે ,જો કે આ ટેવ સારી નથી,કારણ કે સફરજનની જેમ જ તેની છાલ ઘણો ફાયદો આપણા શરીરને પહોંચાડે છે.સફરજનની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે જે પાચનક્રિયાને સારી રીતે જાળવી રાખે છે,કબજિયાતને દૂર કરે છે,સફરજનની છાલમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે જે બ્લડ કોલસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.

આપણે મોટા ભાગના ઘરોમાં જોઈએ છે કે બટાકાનું શાક છાલ સાથે જ બનાવે છે, ઘણા લોકોને છાલ પસંદ નથી પરંતુ છોલ વાળું શાક આરોગ્ય માટે ફાયદા કરાવે છે.બટાકાની છાલમાં ફાઈબરની સાથેભરપૂર માત્રામાં ઝિંક, વિટામીન સી, આયર્ન, પોટેશિયમ, વિટામીન બીની હાજરી હોયછે. બટાકાની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે તેથી બટાકાને છાલ કાઢ્યા વગર ખાવા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી છે. બટાકાની છાલ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

ફળોમાં કેળા તો 99 ટકા લોકો છોલી જ ખાય છે એ વાત સહજ છે, જો કે કેળાની છાલનું સેવન કરવાથી સેરોટોનિન નામના હોર્મોન્સ રિલીઝ થાય છે, જેને ફીલગુડ હોર્મોન્સ તરીકે પણ ઓળખાય છે. જે બેચેની અને ઉદાસીની લાગણીને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે ,જેમાં લ્યુટિન નામના એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે જે આંખોના સેલને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે અને મોતિયાનું જોખમ પણ ઓછુ કરે છે.

Exit mobile version