Site icon Revoi.in

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાર થઈ જાય છે ગરમ? તો અપનાવો આ જરૂરી ટિપ્સ

Social Share

ઉનાળાની સીઝનમાં ડ્રાઈવિંગ કોઈ પડકારથી ઓછું નથી. વધતી ગરમી સાથે લૂ આવે છે, જેનાથી મુસાફરી દરમિયાન પરિસ્થિતિને કઠિન બનાવે છે. એવામાં ઉનાળામાં ગાડી ચલાવતા સમયે આપણે ડ્રાઈવિંગ સિવાય કારને ગરમ થવાથી પણ બચાવવી પડે છે. ડ્રાઈવિંગ સમયે જો કાર વધારે ગરમ થાય છે તો તેનાથી એન્જિનને ગંભીર રીતે નુકશાન પહોંચે છે. કારને ગરમ થતા બચાવવા અને ઓપ્ટિમમ એન્જિન પરફોર્મેન્સ બનાવી રાખવા માટે કેટલીક ટિપ્સ છે.

કૂલંન્ટ લેવલને રેગ્યુલર ચેક કરો
ખાતરી કરો કે વાહનનું કૂલંન્ટ લેવલ બરોબર છે. કૂલંન્ટનું નીચું લેવલ ગરમીને દૂર કરવાની એન્જિનની ક્ષમતાને ઘટાડી શકે છે. જેના કારણે એન્જિન ઓવરહિટીંગનું જોખમ વધી જાય છે.

રેડિયેટર ચેક કરવુ જરૂરી
રેડિયેટરમાં કોઈ પણ ફ્રકારનું લિકેજ, કાટ અથવા નુકસાનના કોઈપણ સંકેત માટે રેડિએટરનું રેગુલર રીતે ચેક કરવુ જોઈએ. ગરમી ઘટાડવા માટે, રેડિયેટરને સારી રીતે મેન્ટેન રાખવું જરૂરી છે.

રેડિયેટર કેપ પર ધ્યાન આપો
ખાતરી કરો કે રેડિયેટર કેપ ફીટરીતે બંધ છે. ઢીલી અથવા તૂટેલી કેપ કૂલંન્ટના બાષ્પીભવનને પ્રોત્સાહન આપી શકે છે. જેના કારણે સિસ્ટમ ઓછી અસરકારક બને છે.

મોનિટર કૂલિંગ ફેન
ચેક કરો કે કૂલિંગ ફેન સરખી રીતે કામ કરે છે. ખરાબ પંખો હવાના ફ્લોને રોકી શકે છે. જે ઓવરહિટીંગમાં ફાળો આપે છે.

ઓવરલોડ કરશો નહીં
વધારે પડતો ભાર તમારા વાહન પર વધારાનો દબાવ લાવે છે, જેનાથી ઓવરહિટીંગ થવાની શક્યતા વધી જાય છે. એન્જિન પર બિનજરૂરી દબાવ અટકાવવા માટે તમારી કારને ઓવરલોડ કરવાનું ટાળો.